નવોદિત કવિઓના કલરવથી ગુંજી ઉઠેલી સંસ્કાર નગરી વડોદરા : કલરવ પુસ્તકનું પણ થયું વિમોચન

નવોદિત કવિઓના કલરવથી ગુંજી ઉઠેલી સંસ્કાર નગરી વડોદરા : કલરવ પુસ્તકનું પણ થયું વિમોચન

Spread the love

નવોદિત કવિઓના કલરવથી ગુંજી ઉઠેલી સંસ્કાર નગરી વડોદરા : કલરવ પુસ્તકનું પણ થયું વિમોચન

ગુજરાતી કવિતા વિશ્વ માટે વર્તમાન સમય સોનેરી યુગ જેવો સાબિત થઇ રહ્યો છે, સોશિયલ મીડિયાના માધ્યમથી એક બીજાથી અપરિત પણ એક સમાન વિચારધારા ધરાવનાર વ્યક્તિઓ, કવિઓ અને લેખકો ફેસબુક અને વોટ્સઅપના માધ્યમથી સાથે મળી અનેક નવા સર્જન કરી રહ્યા છે.

ગાંધીનગર અને અમદાવાદના કવિ મિત્રોએ સાથે મળી બનાવેલો ‘કલરવ’ સાહિત્યિક પરિવાર પણ કઈક એવો જ અલગ અંદાજ અને મિજાજ ધરાવતો પરિવાર સાબિત થઇ રહ્યો છે. થોડા સમય પહેલા જ અસ્તિત્વમાં આવેલા પરિવારે સમયાંતરે કવિતાના અલગ અલગ કાર્યક્રમ કરી અનેક નવા અવાજોને વાચા આપવાનું સુંદર અને ભગીરથ કાર્ય કર્યું છે જેને ગુજરાતના અનેક જીલ્લાના અનેક નવોદિત અને અનુભવીઓ કવિઓએ મનમૂકીને વખાણ્યું છે.

તા.૩૦/૪/૨૦૨૩ના રોજ સંસ્કાર નગરી વડોદરા ખાતે કલરવ સાહિત્ય ગૃપ દ્વારા  નવોદિત લેખકોની વૈવિધ્યસભર રચનાઓને સંપાદિત કરી “કલરવ”પુસ્તકનાં વિમોચન સાથે કવિસંમેલનનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વડોદરાના સુપ્રસિદ્ધ  કવયત્રિ મિનાક્ષી ચંદારાણા ,અશ્વિન ચંદારાણા સાથે ખ્યાતનામ કવિશ્રી  કિશોર  જિકાદરા ,પ્રતાપસિંહ ડાભી, જિગર ઠક્કર, દાજી ચૌહાણ તથા રાજુ નગર જેવા અનુભવી કવિઓ ઉપસ્થિત રહ્યા હતા.

કલરવ પરિવારના એડમીન લત્તાબેન પંડ્યા ,શિલાબેન પટેલ, પ્રણવ ઝાંખર તથા અતિથિ વિશેષ તરીકે પધારેલ પ્રતાપસિંહ ડાભી, કિશોરભાઈ જીકાદરા, મીનાક્ષી બેન ચંદારાણા, અશ્વિનભાઈ ચંદારાણા તથા દાજી ચૌહાણના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.

કવિસંમેલનમાં ૩૦ જેટલાં કવિ/કવીયીત્રિઓએ તેમની સ્વરચિત રચનાઓ પ્રસ્તુત કરી વાતાવરણને કાવ્યમય બનાવી દીધું હતું.

કવયિત્રી મિનાક્ષી ચંદારાણા ,અશ્વિન ચંદારાણાએ તેમની આગવી શૈલીમાં ગીત અને ગઝલની પ્રસ્તુતિ કરેલ ખ્યાતનામ કવિશ્રી  કિશોર જિકાદરાએ સહજ અને સરળ શબ્દોમાં ગઝલ પઠન દ્વારા ભાવકોનાં હ્રદયસુધી સ્પર્શી ગયેલ, ,પ્રતાપસિંહ ડાભી “હાકલ” દ્વારા તરન્નુમમાં ગીત અને ગઝલ રજૂ કરી શ્રોતાઓના દિલ જીતી લીધેલ. બાબુભાઈ નાયક અને દાજી ચૌહાણ દ્વારા ગીતોની પ્રસ્તુતિ  કરેલ.

 સમગ્ર કાર્યક્રમનું  સફળ સંચાલન કવિશ્રી જિગર ઠક્કર “ગઝલનાથ” દ્વારા હળવી અને આગવી શૈલીમાં કરવામાં આવેલ અને તેમાં સહસંચાલિકા તરીકે કલરવનાં પાયલ શાહ “ઝાકળે” સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે સાથ આપ્યો હતો,

વડોદરા ખાતે યોજાયેલ કવિ સંમેલનમાં નીચે મુજબના કવિઓએ પોતાની રચનાનું પઠન કર્યું હતું.

૧ નિમિષ દેસાઈ, ૨. અંકિતા નાણાવટી, ૩. જે. એન. પટેલ, ૪ કુસુમ પટેલ,૫ નિરંજન શાહ, ૭. મેહુલ ત્રિવેદી ૮.લતા જયેન્દ્ર પંઙ્યા,૯. નીતિન ભટ્ટ, ૧૦ કૌસલ્યાબા મહીડા, ૧૧. લતા બહેન ચૌહાણ ,૧૨. ત્રિલોકભાઈ કંડોળીયા ,૧૩. નિશા નાયક,૧૪. કોકિલાબેન ચૌહાણ,૧૫. રાકેશ વી સોલંકી

૧૬.ચૈતાલી જોશી,૧૭. જીગ્નેશ ક્રિસ્ટી,૧૮ કૌશિકા રાવલ,૧૯. પ્રણવ ઝાંખર, ૨૦ ઝંખના શાહ

૨૧ કીર્તિ પટેલ “ઓજસ,૨૨ નીના દેસાઈ નિજ,૨૩ જેઠવા સોનલ ડી. ,૨૪.સુનીલ કઠવાડિયા

૨૫. શીલા પટેલ,૨૬. કૌશલ મોદી ,૨૭. રાજુ નાગર, ૨૮. પાયલ શાહ ૨૯.દાજી ચૌહાણ,૨૯. જિગર ઠક્કર

૩૦. પ્રતાપસિંહ ડાભી ,૩૧. મીનાક્ષી ચંદારાણા,૩૨. અશ્વિન ચંદારાણા  તથા ૩૩. કિશોરભાઈ જીકાદરા

કવિ સંમેલનના મધ્યાંતરમાં નવોદિત કવિઓ દ્વારા તૈયાર કરવામાં પુસ્તક ‘કલરવ’નું અતિથિ વિશેષશ્રીઓના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું,

કવિ સંમેલનના અંતે સૌ મિત્રોએ સાથે મળી સ્વરુચિ ભોજનનો આસ્વાદ માણ્યો હતો અને મનભરીને તસ્વીરો ખેંચી એક જાજરમાન અવસરની મધમધતી યાદ સાથે સૌ મિત્રો છુટા પડ્યા હતા.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *