નિમ્ન કક્ષાની ભાષાનો પ્રયોગ કરતા નેતાઓથી મતદારોએ સાવધાન રહેવું

નિમ્ન કક્ષાની ભાષાનો પ્રયોગ કરતા નેતાઓથી મતદારોએ સાવધાન રહેવું

Spread the love

નિમ્ન કક્ષાની ભાષાનો પ્રયોગ કરતા નેતાઓથી મતદારોએ સાવધાન રહેવું

દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબર જામી ગયો છે, રાજકીય પક્ષો અને તેના દિગ્ગજ નેતાઓથી લઇ ગલી કક્ષાના નેતાઓ સુધી જ્યાં મોકો મળે ત્યાં ભાષણો આપી રહ્યા છે, ચૂંટણી હોય એટલે પ્રચાર અને ભાષણ ખુબ જ સામાન્ય વાત કહેવાય પરંતુ દેશના સંસદની ચૂંટણી હોય વિજેતા બની ને જે વ્યક્તિ દેશની સંસદમાં બેસવાનો હોય તેવી ચૂંટણીમાં સાવ નિમ્ન કક્ષાની ભાષાનો પ્રયોગ દેશના ભાવી માટે ખુબ જ ખતરનાક સાબિત થઇ શકે છે.

કહેવાતા દિગ્ગજ નેતાઓ પોતાના ભાષણમાં કોઈ એક સમાજને ટાર્ગેટ કરે અને તેના પરિણામ સ્વરૂપ એક રાજ્યમાં સમાજો સમાજો વચ્ચે દુશ્મની જેવું વાતાવરણ ઉભું થાય તે આજના શિક્ષિત ભારત માટે ખુબ જ શરમજનક કહેવાય. મુખ્ય મુદ્દાની ચર્ચા બાજુમાં મૂકી ઈરાદાપૂર્વક નવા અને વિવાદી મુદ્દા ઉભા કરી રાજકારણીઓ ચૂંટણી લક્ષી ફાયદો લઈને નીકળી જતા હોય છે અને તેના ભયંકર પરિણામો દેશ અને રાજયની જનતા વર્ષો સુધી ભોગવતી હોય છે.

વિવાદિત અને વાહિયાત ભાષણ કરી અમુક લોકોને રાતોરાત પ્રસિદ્ધિ જોઈતી હોય છે, પોતે શું કામ કરેલા છે, કેવા કામ કરેલા છે તે બધું ભૂલી બીજા ઉપર આરોપ અને આક્ષેપ લગાવી સભામાં સો બસો કે પાનસો લોકોની તાળીઓ જરૂર મેળવી શકાય પણ તેવા કામ કરી કદાચ ચૂંટણી તો ના જ જીતી શકાય.

આજે એક તરફ ગુજરાતને શિક્ષિત રાજય ગણવામાં અને કહેવામાં આવે છે જયારે બીજી તરફ આજ ગુજરાતમાં લોકસભા હોય વિધાનસભા હોય ચૂંટણી સમયે દરેક બેઠક પર ઉમેદવાર જ્ઞાતિ અને જાતી આધારિત પસંદ કરાતા હોય છે, તેમની શૈક્ષણિક લાયકાત કે અન્ય યોગ્યતા જોવામાં આવતી નથી જે ખરેખર ખુબ જ દુખદ બાબત છે.

ગુજરાતના ભણેલા, ગણેલા, શાણા અને શિક્ષિત મતદારોએ હવે ઉમેદવાર જોઈ મત આપવો જોઈએ જે પોતાના વિચારો ય પક્ષમાં રજુ ના કરી શકતા હોય તેવા ઉમેદવાર જીતીને ય કશું જનતાનું ભલું કરી શકતા નથી. આવા નેતાઓ માત્ર સમાજને ગુમરાહ કરી વ્યક્તિગત લાભ અને ફાયદો જરૂર મેળવી લેતા હોય છે પરંતુ જનતાના પાયાના પ્રશ્નોને તેઓ ક્યારેય વાચા આપી શકતા નથી.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *