અઘરા, અટપટા અને અન્યાયી નિર્ણયો સાથે હાલાઈ લોહાણા મહાજન-મુંબઈની ચૂંટણી પારદર્શક થઇ શકે ?

અઘરા, અટપટા અને અન્યાયી નિર્ણયો સાથે હાલાઈ લોહાણા મહાજન-મુંબઈની ચૂંટણી પારદર્શક થઇ શકે ?

Spread the love

અઘરા, અટપટા અને અન્યાયી નિર્ણયો સાથે હાલાઈ લોહાણા મહાજન-મુંબઈની ચૂંટણી પારદર્શક થઇ શકે ?

 

ભારતની કરોડરજ્જુ સમાન શહેર એટલે મુંબઈ નગરી, ભારતના અનેક જ્ઞાતિના અનેક સમાજના અનેક વ્યવસાય સાથે સંકળાયેલો લોકોને પોતાનામાં સમાવી બેઠેલી નગરી એટલે મુંબઈ નગરી. એજ મુંબઈમાં હાલમાં હાલાઇ લોહાણા મહાજનમાં ચૂંટણી હોવાથી મહાજન અને તેની નીતિ રીતી ચર્ચાનો વિષય બની રહી છે.

મુંબઈના નામાંકિત લોહાણા સમાજના આગેવાનોએ આપેલી માહિતી મુજબ અત્યારે હાલમાં જે ટ્રસ્ટીઓ કાર્યરત છે તે છેલ્લા ઘણા વર્ષોથી ચીટકી રહેલા ટ્રસ્ટીઓ છે, સમાજનો આક્રોશ અને સમયની માંગ જોઈ વર્તમાન ટ્રસ્ટીઓએ મને કમને ચૂંટણી તો જાહેર કરી દીધી પરંતુ એવા તર્ક વગરના નીતિ નિયમો જાહેર કર્યા છે જે વર્તમાન ટ્રસ્ટીઓને જ મદદરૂપ થાય.

જેમાં એક નિયમ એવો છે કે ચૂંટણી લક્ષી કોઈ પણ જાહેરાત કે પ્રચાર કોઈ પણ અખબાર કે સોશિયલ મીડિયા મારફત કરી શકાશે નહી. બીજું ચૂંટણીની તારીખ ૨૬ માર્ચ જાહેર થઇ અને આ સમાચાર લખાય છે ત્યાં સુધી એટલે કે ૪ માર્ચ સુધી ઉમેદવારોને મતદારોની યાદી આપવામાં આવી નથી.

મુંબઈ જેવા મોટા શહેરમાં ડોર તો ડોર પ્રચાર કરવો કોઈ રાજકીય પક્ષ માટે શક્ય નથી તો સમાજની ચૂંટણીમાં સમાજના લોકો માટે કેવી રીતે શક્ય બને..? વર્તમાન ટ્રસ્ટીઓ પાસે તમામ મતદારોના સંપર્ક નંબર, તેમના સરનામાં સહિતની યાદી હોવાથી તેઓ ગમે તેને ફોન કરી શકે અને પત્ર પણ લખી શકે જયારે હરીફ ઉમેદવારોને હજી સુધી કોઈ યાદી સુદ્ધા આપવામાં આવી નથી.

સોશિયલ મીડિયા પર કે વ્હોટસઅપ થી પ્રચાર ના કરી શકાય તે નિર્ણય તઘલખી અને તાનાશાહી ભર્યો પ્રથમ નજરે લાગી રહ્યો છે.

બીજું કે સ્થાનિક જ્ઞાતિજનોના જણાવ્યા મુજબ વર્તમાન ટ્રસ્ટીઓએ ચૂંટણી પહેલા છેલ્લા પાંચ વર્ષનો તમામ હિસાબ તેના ઓડીટ રીપોર્ટ સાથે સમાજ સમક્ષ જાહેર કરવો જોઈએ જેથી તેમણે પાછલા વર્ષોમાં શું શું કામગીરી કરી છે તે સમાજનો સામાન્ય માનવી પણ જોઈ શકે.

આ અંગે લોહાણા સમાજના પત્રકાર જીતેન્દ્ર ચંદારાણા એ સોશિયલ મીડિયા પર અને વ્હોટસઅપના માધ્યમથી અનેક સારા સુચન કરેલ છે, જો ખરેખર વર્તમાન ટ્રસ્ટીઓએ કોઈ ગેરરીતી કરી ના હોય તો ચૂંટણી પ્રકિયા પારદર્શક રાખવી જોઈએ અને ખોટા અને તાનાશાહી ભર્યા નિર્ણયો પરત લેવા જોઈએ. અને તેમ છતાં જો વર્તમાન ટ્રસ્ટીઓ પોતાની જિદ્દ પર અડી જાય તો હરીફ ઉમેદવારો એ તાત્કાલિક ચેરીટી કમિશર મુંબઈમાં આ બાબતે ફરિયાદ કરી વર્તમાન ટ્રસ્ટીઓ પાસેથી નવી ચૂંટણી ના થાય ત્યાં સુધી તમામ વહીવટ ચેરીટી કમિશર હસ્તક લઇ લેવો જોઈએ અને પારદર્શક ચૂંટણી કરાવવી જોઈએ.

વર્ષોથી જામી ગયેલા અને સમાજને પોતાની જાગીર સમજતા વર્તમાન ટ્રસ્ટીઓ જો યોગ્ય નિર્ણય નહિ કરે તો લોહાણા સમાજની વધુ એક સંસ્થા કાયદાની લપેટમાં આવશે તે નક્કી લાગી રહ્યું છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *