મુંબઈ-હાલાઇ લોહાણા મહાજનની ચૂંટણીમાં વર્તમાન ટ્રસ્ટીઓની પ્રગતી પેનલનો ભવ્ય વિજય : તમામ ઉમેદવારો જીત્યા

મુંબઈ-હાલાઇ લોહાણા મહાજનની ચૂંટણીમાં વર્તમાન ટ્રસ્ટીઓની પ્રગતી પેનલનો ભવ્ય વિજય : તમામ ઉમેદવારો જીત્યા

Spread the love

મુંબઈ-હાલાઇ લોહાણા મહાજનની ચૂંટણીમાં વર્તમાન ટ્રસ્ટીઓની પ્રગતી પેનલનો ભવ્ય વિજય : તમામ ઉમેદવારો જીત્યા

મુંબઈ ખાતે આવેલ હાલાઇ લોહાણા મહાજનમાં ટ્રસ્ટીઓ માટેની ચૂંટણી ગઈકાલે રવિવારે ૨૬ માર્ચના રોજ સંપન્ન થઇ હતી, જેમાં મુંબઈના વિવિધ વિસ્તારમાં કુલ અગિયાર કેન્દ્રો ઉપર મતદાન યોજાયું હતું, જેમાં દિવસ દરમ્યાન ૪૬૦૦ જેટલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, મતગણત્રી ૨૬ માર્ચના રોજ રાત્રે ૯.૩૦ કલાકે તમામ ઉમેદવારોની ઉપસ્થિતમાં કરવામાં આવી હતી. જેમાં વર્તમાન ટ્રસ્ટીઓની પેનલ પ્રગતિ પેનલનો ભવ્ય વિજય થયો છે.

અનેક આરોપ અને આક્ષેપ વચ્ચે યોજાયેલ આ ચૂંટણીમાં લોહાણા સમાજના જ્ઞાતિજનોએ વર્તમાન ટ્રસ્ટીઓએ કરેલા કામોને ધ્યાનમાં રાખી મતદાન કરી વર્તમાન ટ્રસ્ટીઓ ઉપર સંપૂર્ણ વિશ્વાસ બતાવ્યો હતો. ગઈકાલે યોજાયેલ ચૂંટણીમાં હાલાઇ લોહાણા મહાજનના વરિષ્ઠ અગ્રણી અને પ્રમુખ સતીસ દત્તાણીને સૌથી વધુ મત મળ્યા હતા, જયારે સામે પક્ષે ચૂંટણી લડી રહેલા ગૌરવ પેનલના ઉમેદવારો પ્રતિભાશાળી અને કાબેલ હોવા છતાં તેમને કુલ મતદાનના ૧૦ થી ૧૨ % જેટલા મત મળ્યા હતા.

ગઈકાલે યોજાયેલ ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોને આ મુજબ મત મળ્યા હતા

 વિજયી ઉમેદવારોને મળેલ મત

૧) શ્રી સતિષભાઈ જમનાદાસ દત્તાણી    :  ૪૧૬૪ (૯૦.૨૨%)

૨) ડૉ. શ્રી  સુરેશભાઈ અમૃતલાલ પોપટ :  ૩૯૬૮  (૮૬%)

૩) શ્રી રાજેશભાઈ કાકુભાઈ ગણાત્રા      :  ૪૦૩૬  (૮૭.૪૫%)

૪) શ્રી રાકેશભાઈ વલ્લભભાઈ કાનાબાર  :  ૩૯૫૯  (૮૫.૭%)

૫) શ્રીમતી મીનાબેન પ્રકાશભાઈ ઠક્કર   : બિન હરીફ ચૂંટાઈ આવ્યા હતા.

મહાજનની કારોબારીમાં પાચેય ઝોનનાં મળી, પ્રગતિ પેનલના તમામ ૬૪ ઉમેદવારો બિન હરીફ ચૂંટાઈ આવ્યા છે.

ગુજરાત, સૌરાષ્ટ્ર સહીત અનેક મહાજન પ્રમુખો અને મહાજન અગ્રણીઓએ પ્રગતિ પેનલના વિજેતા ઉમેદવારોને શુભકામનાઓ પાઠવી છે, તોફાની તાંડવ પરિવાર તરફથી પ્રગતિ પેનલને ધોધમાર શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *