આઈ પી એલના કોલાહલ વચ્ચે ગુજરાત પોલીસની દયનીય હાલત : એક મેચ માટે હજારો પોલીસ જવાનોને રખાય છે તૈનાત

આઈ પી એલના કોલાહલ વચ્ચે ગુજરાત પોલીસની દયનીય હાલત : એક મેચ માટે હજારો પોલીસ જવાનોને રખાય છે તૈનાત

Spread the love

આઈ પી એલના કોલાહલ વચ્ચે ગુજરાત પોલીસની દયનીય હાલત : એક મેચ માટે હજારો પોલીસ જવાનોને રખાય છે તૈનાત

ભારતમાં રમાઈ રહેલી આઈ પી એલ ની મેચો જોતા વડવાઓ દ્વારા કહેવામાં આવેલી એક જૂની કહેવત યાદ આવ્યા વગર રહેતી નથી કે ‘જમવામાં જગલો અને કૂટવામાં ભગલો’, આઈ પી એલ માં લાખો કરોડો રૂપિયાના ખર્ચે ખેલાડીઓની હરાજી થાય છે, સ્ટડીયમનું ભાડું લાખો રૂપિયા હશે, આયોજકો કરોડો રૂપિયા કમાતા હશે, સટોડિયાઓનો સાચો આંકડો તો ખુદ ભગવાન પણ નહી જાણતા હોય તેટલો મોટો હોઈ શકે છે. આ બધાની વચ્ચે જેની નોંધ સુદ્ધા લેવામાં આવતી નથી તેવા પોલીસના જાંબાજ અધિકારીઓ અને પોલીસ કર્મીનો હાલતનું સાચું અને સચોટ વર્ણન કરવામાં આવે તો ‘ધોબી ના કુતરા’ કરતા ખરાબ થઇ ગઈ છે.

રામ રાજ્યની વાતો, વિકાસની વાતો અને ડબલ એન્જીન સરકારની ગુલબાંગો વચ્ચે પોલીસ અધિકારીઓ અને પોલીસના જવાનો દયનીય હાલતમાં જીવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, અનેક કાબેલ અને હોનહાર અધિકારીઓના નોકરીના અને તેમના જીવનના મહત્વના કલાકો ફક્ત બંદોબસ્તમાં ખર્ચાઈ રહ્યા છે, જો સરકાર આ બાબતે ગંભીર બની વિચાર કરે તો એવા અનેક હોનહાર અને કાબેલ અધિકારીઓ છે જેમને તેમની સાચી પોલીસ તરીકેની કામગીરી કરવા દેવામાં આવે તો અનેક ગુનો બનતા અટકાવી શકાય છે, પ્રજાલક્ષી અનેક કામ પોલીસના માધ્યમથી કરાવી શકાય છે અને શહેરના વાતાવરણ ને છે એનાથી વધુ શાંત અને સારું બનાવી શકાય છે.

માત્ર કોઈ વ્યક્તિની શાખ પર ચુંટણી ચુંટણી જીતીને નેતા બની ગયેલા વ્યક્તિઓને પ્રજાની કે પોલીસની સાચી વેદના અને વ્યથાની જાણે કશી જ ખબર નથી તેવું વાતાવરણ દેખાય છે અને કાં તો ખબર હોવા છતાં વ્યક્તિગત ફાયદા માટે મૌન ધારણ કરી લીધું હોય તે શક્યતા પણ નકારી શકાય તેમ નથી.

આઈ પી એલ ની મેચ શરુ થવાના આગલા દિવસથી જ પોલીસની કામગીરી શરુ થઇ જતી હોય છે અને મેચ પત્યા ના કલાકો બાદ તેમની જવાબદારી પૂરી થાય છે અને આ પતે ત્યાં સુધી લગભગ દરેક પોલીસ અધિકારી કે પોલીસ કર્મીને પોતાની નિયમિત ફરજમાં ક્યાંક ને કયાંક નવી જવાબદારી કે ઉપાધી આવી જાય છે આવામાં તેમના માટે આરામ કરવો કે થાક ઉતારવો એ તો એક સ્વપ્ન જોવા જેવી વાત થઇ જાય છે.

આખો દેશ અને દુનિયા હવે એ વાત સમજી ગયા છે કે આઈ પી એલ માં લાખો કરોડો રૂપિયાનો સટ્ટો રમાય છે, જેનાથી દેશનું યુવા ધન પણ ખુબજ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ રહ્યું છે, ખેલાડીઓને રાતોરાત કરોડો રૂપિયા મળતા હોઈ તેઓ પણ બની બેઠેલા ટીમ માલિકોના ઈશારા મુજબ ક્રિકેટ રમી સટોડિયાઓને ફાયદો કરાવી રહ્યા છે. આ સંજોગમાં પોલીસને આ ક્રિકેટની પડદા પાછળની રમત ખુલ્લી પાડવા માટે ખુલ્લો દોર આપવો જોઈએ તેને બદલે સરકાર પોલીસને આવા સટોડિયા ટીમ માલિકો અને ભરોસા વગરના ખેલાડીઓને સાચવવાની જવાબદારી સોંપે છે.

ગુજરાત પોલીસમાં એવા અનેક હોનહાર અને કાબેલ અધિકારીઓ છે જે ગંભીરમાં ગંભીર ગુનાના ભેદને ગણતરીના કલાકોમાં કે દિવસોમાં ઉકેલી શકે છે પરંતુ અફસોસ કે આવા અધિકારીઓને મોટે ભાગે બંદોબસ્તના નામ પર સતત વ્યસ્ત રાખવામાં આવી રહ્યા છે જો આવું વધારે સમય ચાલ્યું તો એક દિવસ એવો આવશે કે પોલીસ અધિકારીઓ પોતાની મૂળભૂત ફરજ ભૂલી ફક્ત બંદોબસ્તના કામમાં નિપુણ થઇ જશે અને ત્યારે લાખો કરોડો રૂપિયા ખર્ચી ફરી આજ પોલીસને પોલીસની ફરજ શીખવાડવાની ફરજ સરકારને પડશે.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી એ તાત્કાલિક આ અંગે વિચારવું જોઈએ, તેમણે એ વાતનું મંથન કરવું જોઈએ કે દેશમાં અને રાજયમાં ક્રિકેટને જે વધારે પડતું મહત્વ અપાય છે તેનાથી ભવિષ્યમાં થનારી અસરો શું હશે અને કેવી હશે..?

આ અંગે રાજ્ય સરકારે ક્રિકેટ મેચની તમામ જવાબદારી ટીમ માલિકો ને અને ક્રિકેટ કંટ્રોલ બોર્ડને આપી દેવી જોઈએ જે કામ ખાનગી સીક્યુરીટ કંપની કરી શકે તેમ હોય તે કામ માટે રાજય સરકારના કાબેલ અને હોનહાર પોલીસ અધિકારીઓ પાસે કરાવવું કેટલે અંશે વ્યાજબી છે…?

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *