રાજેન્દ્ર મજીઠીયાની આણંદ-વિદ્યાનગર જલારામ લોહાણા છાત્રાલયમાં પુનઃ પ્રમુખ તરીકે વરણી

રાજેન્દ્ર મજીઠીયાની આણંદ-વિદ્યાનગર જલારામ લોહાણા છાત્રાલયમાં પુનઃ પ્રમુખ તરીકે વરણી

Spread the love

આણંદ વિદ્યાનગર ખાતે આવેલ જલારામ લોહાણા છાત્રાલયમાં ગઈ કાલે મળેલી ટ્રસ્ટ બોર્ડની મીટીંગમાં અમદાવાદના નામાંકિત મજીઠીયા પરિવારના શ્રી રાજેન્દ્ર મજીઠીયાને પુનઃ પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. દિવંગત અગ્રણી શ્રી કે.આઈ.ઠક્કરના અવસાન પછી આ ટ્રસ્ટની પ્રથમ મીટીંગ મળી હતી, જેમાં સંસ્થાના વિકાસને વેગવંતો બનાવવા અને પ્રમુખના હાથ મજબૂત કરવા બે ઉપપ્રમુખ બનાવવાનું નક્કી કર્યું છે જેમાં આગામી મીટીંગમાં નવા ઉપપ્રમુખો અંગે ચર્ચા વિચારણા કરી તેમના નામ જાહેર કરવામાં આવશે.

વર્તમાન પ્રમુખ શ્રી રાજેન્દ્ર મજીઠીયા સમાજને સાથે રાખી આ સંસ્થાને એક નવી ઉંચાઈ પર લઇ જશે તે વાતમાં સમાજને કોઈ શંકા નથી, અનેક સંસ્થાઓમાં મુખ્ય દાતા તરીકે દાતા રહેનાર મજીઠીયા પરિવાર વર્ષોથી જલારામ લોહાણા છાત્રાલય સાથે જોડાયેલો રહ્યો છે અને સંસ્થાના નાના મોટા દરેક કામોમાં તેસ સહભાગી રહ્યો છે.

શ્રી રાજેન્દ્ર મજીઠીયાએ પોતાની નવી ઇનિંગ વખતે દિવંગત વડીલ શ્રી કાંતિકાકા (કે.આઈ.ઠક્કર)એ જોયેલા સપના, તેમની સંસ્થા બાબતે અધુરી રહેલી ઇચ્છાઓ પૂર્ણ કરવાની દિશામાં જરૂર વિચારવું પડશે અને જો તેઓ તેમ કરશે તો સમાજની સાથે ઈશ્વરીય આશીર્વાદ પણ તેમને પ્રાપ્ત થશે તે નક્કી છે.

તોફાની તાંડવ પરિવાર તરફથી શ્રી રાજેન્દ્રભાઈ મજીઠીયાને તેમની આ નવી ઇનિંગ બદલ ધોધમાર શુભકામનાઓ પાઠવવામાં આવી છે અને સંસ્થાના વિકાસ બાબતે કોઈ પણ કામ હોય તો હરહંમેશ સાથે રહેવાની ખાતરી આપી છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *