સોમવારે વિશ્વભરમાં ઉજવાશે પૂ.જલારામ બાપાની ૨૨૩ મી જન્મ જયંતી : બજારો પણ સોમવારથી રાબેતા મુજબ

સોમવારે વિશ્વભરમાં ઉજવાશે પૂ.જલારામ બાપાની ૨૨૩ મી જન્મ જયંતી : બજારો પણ સોમવારથી રાબેતા મુજબ

Spread the love

વિશ્વભરમાં વસતા જલારામ બાપાના ભક્તો સોમવારે જલારામ જયંતીના પાવન દિવસે પૂ.જલારામ બાપાની જન્મ જયંતી ખુબજ ધામધૂમથી શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવશે. પૂ.જલારામ બાપાના મંદિર ફક્ત ગુજરાત જ નહી વિશ્વના અનેક દેશોમાં આવેલા છે, જ્યાં જ્યાં જલારામ બાપાના મંદિર આવેલા છે તેવા દરેક સ્થાનો પર જલારામ જયંતીની ઉજવણી ધામધૂમથી દરવર્ષે કરવામાં આવે છે.

સૌરાષ્ટ્રના વીરપુરમાં પણ જલારામ જયંતીના દિવસે પૂ.બાપાના દર્શન માટે વર્ષોથી ભારે ભીડ રહેતી હોય છે, પૂ.બાપાના ભક્તો શ્રદ્ધા અને ભક્તિ સાથે બાપાના ધામમાં આવતા હોય છે.

ગુજરાતના તમામ નાનામોટા શહેરોમાં જલારામ જયંતીની ઉજવણી દરવર્ષે કરવામાં આવે છે અને ચાલુ વર્ષે પણ જલારામ જયંતીના પાવન અવસર પર ઉજવણી કરવામાં આવનાર હોવાની માહિતી સાંપડી રહી છે.

અમદાવાદ પૂર્વ લોહાણા સમાજ છેલ્લા ઘણા વર્ષોથી જલારામ જયંતી અવસરની ઉજવણી કરે છે અને ચાલુ વર્ષે પણ સોમવારે જલારામ જયંતીના અવસર પણ બાપુનગર ખાતે વિશાળ પાર્ટી પ્લોટમાં આ અવસરની ઉજવણી કરવામાં આવનાર છે તે માટે બાપાના ભક્તોને ભાવભીનું આમંત્રણ પ્રમુખશ્રી ભરત માવાણી દ્વારા પાઠવવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરના નિર્ણયનગર વિસ્તારમાં લોહાણા સમાજ અગ્રણી શ્રી મુન્નાભાઈ ઠકકર તરફથી પણ દરવર્ષે જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવે છે અને ચાલુ વર્ષે પણ સોમવારે જલારામ જયંતીના અવસર પણ ખુબજ મોટા પાયે આ ઉજવણી કરવાનું નક્કી કરેલ છે જે માટે સમાજના અનેક અગ્રણી આગેવાનો, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેવાના હોવાની માહિતી મળી રહી છે, આ અવસરમાં રઘુવંશી ક્રાંતિ મંચ પણ સહભાગી બની આ અવસરને યાદગાર બનાવશે તેવું મુન્નાભાઈ ઠક્કર દ્વારા જણાવવામાં આવ્યું છે.

ગુજરાતભરના બજારો પણ પૂ.જલારામ બાપાની જન્મજયંતીના પાવન દિવસથી શુભ મહુરતમાં રાબેતા મુજબ શરુ થશે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *