જૂનાગઢમાં મશરૂ, પોરબંદરમાં બુધેચાની બોલબાલા : રઘુવંશી વિરલાઓ પૂરી તાકાતથી મેદાનમાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર અત્યારે પુરજોશમાં ચાલી રહ્યો છે, તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોને જીતાડવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે, ત્યારે અમુક એવી પણ બેઠકો છે જ્યાં જ્ઞાતિ આધારિત ઉભા થયેલા અપક્ષ ઉમેદવારો મુખ્ય રાજકીય પક્ષોને કાંટાની ટક્કર આપી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં અત્યારે ચૂંટણી પ્રચાર તેની ચરમસીમા પર ચાલી રહ્યો છે અહીના વિસ્તારમાં તમામ બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન થવાનું છે ચૂંટણી આડે હવે ગણતરીના દિવસ બાકી છે ત્યારે જૂનાગઢમાં લોહાણા સમાજના અપક્ષ ઉમેદવાર ઘનશ્યામ મશરૂને પ્રચાર દરમ્યાન લોહાણા સિવાય અન્ય સમાજનું પણ સારું સમર્થન મળી રહ્યું છે અને સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવાર પર ઘનશ્યામ મશરૂ અત્યારે ભારે પડી રહ્યા છે અહી લોહાણા સમાજનો ક્રાંતિકારી યુવાન નીલેશ દેવાણી તેમની ચૂંટણી કમાન સાંભળી રહ્યો છે, તેવી જ રીતે પોરબંદર પાલિકાના પૂર્વ કોર્પોરેટરના પરિવારજન મનોજભાઈ બુધેચા પોરબંદર વિધાનસભા સીટ પર જોરશોરથી પોતાનો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને તેમને પણ સ્થાનિક જનતાનું મજબૂત સમર્થન મળી રહ્યું છે.
મનોજ બુધેચા સાથે ભરત માવાણી
જુનાગઢ વિધાનસભાની વાત કરીએ તો અહી અગાઉ લોહાણા સમાજના મહેન્દ્ર મશરૂ બે વખત અપક્ષ ચૂંટણી જીતીને ધારાસભ્ય તરીકે રહી ચુક્યા છે અને ચાલુ વર્ષે લોહાણા સમાજને બદલે ભારતીય જનતા પાર્ટીએ પાટીદાર સમાજને ટીકીટ ફાળવતા અહી લોહાણા સમાજના ઘનશ્યામ મશરૂએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. મળી રહેલી માહિતી મુજબ લોહાણા સમાજના એક બે બની બેઠેલા મોટા નેતાઓ ભાજપને વોટ આપવા માટે પોતાનો વિડીઓ બનાવી ફરતો કર્યો છે પરંતુ સમાજ દરવખતની જેમ પોતાના ઉમેદવારને જ સમર્થન આપશે તેવું લાગી રહ્યું છે.
અમદાવાદ પૂર્વ લોહાણા સમાજના પ્રમુખ શ્રી ભરત માવાણી અત્યારે હાલ સૌરાષ્ટ્રના પ્રવાસે છે અને સૌરાષ્ટ્ર લોહાણા સમાજના બંને ઉમેદવારોને રૂબરૂ મળી શક્ય મદદની ખાતરી આપેલ છે.
જુનાગઢ અને પોરબંદર બંને સીટ ઉપર એક વાત ડંકાની ચોટ પર નક્કી છે કે લોહાણા સમાજના ઉમેદવારો કદાચ જીતી નહિ શકે તો કૈકના હારજીતના પરિણામ જરૂર બદલી નાંખશે. લોહાણા સમાજ સહીત અનેક જાગુત નાગરિકોએ બંને ઉમેદવારો માટે સોશિયલ મીડિયામાં પર પ્રચાર અભિયાન શરુ કરેલ છે.
Leave a Reply