અપહરણ જેવા ગંભીર ગુના સામે પોલીસ ફરિયાદ કેમ નહી..? : મોદીના ગુજરાતમાં લોહાણા સમાજ લાચાર કેમ..?
અપહરણ જેવા ગંભીર ગુના સામે પોલીસ ફરિયાદ કેમ નહી..? : મોદીના ગુજરાતમાં લોહાણા સમાજ લાચાર કેમ..?
સૌરાષ્ટ્ર પંથકમાં વેરાવળ જેવા શહેરમાં ડો.ચગ આત્મહત્યા કેસમાં પોલીસ આજદિન સુધી સુસાઈડ નોટ હોવા છતાં કોઈ ગુનો ના નોંધી ગુનેગારોને છુટું મેદાન પૂરું પાડ્યાના સમાચાર હજી તાજા જ છે ત્યાં અમદાવાદમાં એક નવી ઘટના સામે આવી છે, જેમાં પીડિત વ્યક્તિ ફરિયાદીના નામ, સરનામાં અને પોતાનું અપહરણ થયાની જુબાની આપી રહ્યો હોવા છતાં તેની ફરિયાદ નોંધવામાં આવતી નથી.
મૂળ બહુચરાજી વિસ્તારમાં રહેતા આનંદ ધવલભાઈ પુજારા એ સ્થાનિક વ્યક્તિઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા, જેમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી અને તોતિંગ વ્યાજથી કંટાળી પડિત આનંદ પોતાના સગાના ઘરે બાવળા રહેવા આવી ગયા હતા, આ વાતની ખબર સ્થાનિક વ્યાજખોરોને પડતા તેમણે યેનકેન પ્રકારે આનંદના સ્થાનિક મિત્રનો ઉપયોગ કરી તેને મળવા માટે અમદાવાદના સરખેજ વિસ્તારમાં બોલાવી તેનું અપહરણ કર્યું હતું, જેનો વિડીઓ ફરિયાદી પાસે મોજુદ છે, કાળા કલરની એસ.યુ.વી. કારમાં પીડિત આનંદને ઉપાડી લઇ જઈ બાવળા ખાતે લઇ કોઈ અજાણી જગ્યાએ ગોંધી રાખી તેને ઢોર માર માર્યો હતો જેના નિશાન આજે પણ તેમના શરીર પર દેખાય છે.
આટલી ગંભીર ઘટના અને ગંભીર ગુનો હોવા છતાં સરખેજ પોલીસ સ્ટેશન ગુનો નોંધવાના બદલે ફરિયાદી ને સમાધાન કરી લેવા માટે દબાણ કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાની જાણ અમદાવાદ લોહાણા સમાજમાં થતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને જો આગમી ચોવીસ કલાકમાં ફરિયાદ ના નોંધાય તો લોહાણા સમાજના સ્થાનિક મહાજનો અને અગ્રણીઓ મુખ્યમંત્રીને મળી આ બાબતે રજૂઆત કરી ન્યાય માટે લડી લેશે.
Leave a Reply