દસક્રોઈ તાલુકાના ચોસર ગામમાં બોગસ વીલના આધારે જમીન હડપવાનું ગંભીર ગુનાઈત કૌભાંડ : સાક્ષીઓ શંકાના દાયરામાં

દસક્રોઈ તાલુકાના ચોસર ગામમાં બોગસ વીલના આધારે જમીન હડપવાનું ગંભીર ગુનાઈત કૌભાંડ : સાક્ષીઓ શંકાના દાયરામાં

Spread the love

અમદાવાદ જીલ્લાના દસક્રોઈ તાલુકાના ચોસર ગામમાં આવેલ ખેતીની જમીન જે વર્ષો અગાઉ હરવિદ્યા બેન શાન્તિપ્રસાદ મહેતાના નામે ચાલતી હતી, જે જમીન હાલમાં પણ તેમના જ નામ ઉપર ચાલી રહેલ છે, અને હરવિદ્યાબેન વર્ષ ૧૯૯૩ માં નિઃસંતાન ગુજરી ગયા હોવાનું કેટલાક જમીન માફિયાઓ જાણતા હોઈ ઉપરોક્ત જમીનમાં જમીન માલિકના મૃત્યુના ૨૫ વર્ષ બાદ તેમના નામનું સાવ ખોટું, અને પહેલી નજરે જ બોગસ લાગે તેવું વિલ બનાવી ઉપરોક્ત જગ્યામાં ચોસર ગામના સ્થાનિક ખેડૂત ખોડાભાઈ છોટાભાઈ પટેલ દ્વારા કેટલાક જમીન માફિયાઓ સાથે સાંઠગાંઠ કરી, મેળપિપણું કરી સમગ્ર જમીન હડપી લેવા માટે મસમોટું કાવતરું કરેલ હતું,

ઉપરોક્ત જમીનના અનુસંધાનમાં વધુ મળેલી માહિતી મુજબ ઉપરોક્ત ખોડાભાઈ છોટાભાઈ પટેલ નામના વ્યક્તિ દ્વારા ખોટી રીતે બોગસ વિલ બનાવી તેને આધાર તરીકે રજુ કરી હાલમાં ગામના ગરીબ અને જરૂરિયાત મંદ ઠાકોર પરિવારનો વર્ષોથી કબજો અને ભોગવટો હોવાનું જાણતા હોવા છતાં નામદાર દસક્રોઈ પ્રાંત ઓફિસમાં નોંધ પડાવવા માટે અરજી કરેલ હતી, જેની સામે હરવિદ્યાબેન ના આડી લીટી ના વારસદારોને સમગ્ર કૌભાંડની માહિતી મળી જતા અને સ્થાનિક સ્થાનિક ઠાકોર પરિવારને પણ આ બાબતની ગંધ આવી જતા બંને પરિવારો દ્વારા ઉપરોક્ત અરજી સામે પડેલ નોંધ સામે પોતાનો મજબૂત વાંધો રજુ કર્યો હતો અને આખરે સત્યનો અડધો વિજય થયો અને જમીન માફિયાઓ દ્વારા મુકવામાં આવેલ અરજી અને તે સામે પડેલ નોંધ રદ્દ થવા પામી છે, પરંતુ આવા ખોટા અને ગેરકાયદેસર કામ કરનાર વ્યક્તિઓ હજી પણ કાયદાની પકડની બહાર છે, જેની સામે કેટલાક જાગૃત વ્યક્તિઓ દ્વારા આખા કેસની તપાસ કરી  અને પોલીસ ફરિયાદ કરી ખોટું વિલ બનાવનાર, તેમાં રહેલ તમામ સાક્ષીઓ સામે પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કરેલ છે.

આ ગુનાની સંપૂર્ણ વિગત એવી છે કે, આ વિલ પ્રથમ નજરે જ ખોટું અને બોગસ લાગે છે, આ વીલમાં ક્યાંય પણ સરકારી નીતિનિયમ મુજબ સ્ટેમ્પનો ઉપયોગ કરેલ નથી, આ વીલમાં સાક્ષીઓ કરેલ સહી અને વર્તમાન સમયમાં દસક્રોઈ પ્રાંતમાં આજ સાક્ષીઓ દ્વારા આપવામાં આવેલ એફિડેવિટની સહીમાં જમીન આસમાનનો ફરક આવે છે, આ વીલમાં સહી કરવા માટે વપરાય પેન પણ આધુનિક સમયની પેન જેવી લાગી રહી છે, આ મામલે ગુનો દાખલ કરી સમગ્ર વીલને એફ.એસ.એલ.માટે મોકવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ શકે છે.

આ અંગે વધુ તપાસ કરતા ચોસર ગામના સ્થાનિક એક જ સમાજના બે વ્યક્તિઓએ આ વીલમાં સાક્ષી તરીકે સહી કરી હોવાનું સામે આવ્યું છે, જે પહેલી નજરે શંકા ના દાયરામાં આવે છે. આ અંગે સ્થાનીક વ્યક્તિઓને પૂછપરછ કરતા સ્થાનિક વ્યક્તિઓએ પોતાનું નામ નહી આપવાની શરતે જણાવ્યું હતું કે આ સમગ્ર કૌભાંડમાં જતીન ખોડાભાઈ પટેલ, ખોડાભાઈ છોટાભાઈ પટેલ, હિરેન પટેલ, મુકેશ ઉર્ફે બળવંત પટેલ અને અશ્વિન પટેલની ભૂમિકા મહત્વની રહેલી છે. પોલીસ જો આ વ્યક્તિઓની ઉલટ તપાસ કરે તો આ વ્યક્તિઓ ગુજરાતમાં હજી વધુ આવા કેટલા અને ક્યાં કૌભાંડ કર્યા છે તેની સંપૂર્ણ માહિતી બહાર આવી શકે છે. આ સમગ્ર કેસમાં પહેલી નજરે ભારતીય દંડ સંહિતાની કલમ ૪૦૬,૪૨૦,૪૬૭,૪૬૮ અને ૪૭૧ મુજબ ગંભીર પ્રકારનો ગુનો બને છે જે બીનજામીન લાયક ગુનાની શ્રુંખલામાં આવે છે.

આ કેસની સમગ્ર વિગતો જોતા તોફાની તાંડવ આ કેસમાં ફરિયાદી બનશે અને ન્યાય માટે ઉચ્ચ ન્યાયાલયના દ્વારા ખખડાવશે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *