ખાડિયા ભાજપના નેતા મયુર દવેનું જમીન કૌભાંડ આવ્યું સામે : મુસ્લિમ વ્યક્તિને કરોડોની જમીન આજીવન ભાડે આપી દીધી

ખાડિયા ભાજપના નેતા મયુર દવેનું જમીન કૌભાંડ આવ્યું સામે : મુસ્લિમ વ્યક્તિને કરોડોની જમીન આજીવન ભાડે આપી દીધી

Spread the love

હિન્દુત્વનો ગઢ કહેવાતા અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ કોર્પોરેટર મયુર દવેનો મુસ્લિમ પ્રેમના પુરાવા બહાર આવ્યા છે. એક તરફ હિન્દુત્વની વાતો કરવાની અને બીજી તરફ મુસ્લિમ વ્યક્તિઓને અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની માલિકીની કરોડો રૂપિયાની જમીન આજીવન ભાડા પટે આપી હોવાના પુરાવા બહાર આવ્યા છે.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે અમદાવાદના શાહવાડી વિસ્તારમાં આવેલ અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની માલિકીની જમીન જેની કિંમત કરોડો રૂપિયામાં થવા જાય છે તેવી જમીન એક મુસ્લિમ પરિવારને આજીવન ભાડા પટે આપી દીધી છે. આ કરારના તમામ કાગળોમાં સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકે મયુર દવેની સહી જોવા મળી રહી છે.

આ અંગે ખાડિયા ભાજપના અગ્રણી કાર્યકરો સાથે વાત કરતા કેટલાક વ્યક્તિઓ દ્વારા પોતાનું નામ નહી આપવાની સહારે જણાવ્યું છે કે મયુર દવે દ્વારા ખાડિયા વિસ્તારમાં પણ અનેક જમીન, મકાનને લગતા કૌભાંડ કરેલા છે અને આજે પણ આવા કામો તેમના દ્વારા કોઈ જ જાતની શરમ કે સંકોચ વગર કરવામાં આવી રહ્યા છે.

એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરવાજા પર આવીને ઉભી છે એવા જ સમય પર મયુર દવે દ્વારા કરવામાં આવેલું આ કૌભાંડ સમગ્ર ભાજપને શર્મસાર કરી મુકવા માટે કાફી હોય તેવું લાગી રહ્યું છે. આધારભૂત સુત્રો પાસેથી મળી રહેલી માહિતી મુજબ આવનારી વિધાનસભાની ચૂંટણી માટે મયુર દવે પણ ટીકીટ માટેના દાવેદાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ સિવાય કાલુપુર રેલ્વે સ્ટેશન સામે આવેલ ભાટિયા વાડી નામે ઓળખતી જગ્યામાં પણ મુંબઈના ટ્રસ્ટીઓ સાથે શહેર ભાજપના નેતાઓ દ્વારા સાંઠગાંઠ કરી કરોડોની કીમતી જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરવામાં આવેલ છે જેમાં અનેક ફરિયાદો થવા છતાં ગુનેગારો બિન્દાસ અને બેફામ બની ફરી રહ્યા છે.

અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આ કેસમાં ખુબ જ ગંભીરતા પૂર્વક નિર્ણય લઇ યોગ્ય કરવું પડશે અન્યથા એક નેતાના કારણે પાર્ટીની પ્રતિષ્ઠા જોખમમાં મુકાય તેવા સંજોગનું નિર્માણ થઇ શકે છે.

તોફાની તાંડવ દૈનિક અને સ્ટાર ન્યુઝ લાઈવના સંયુક્ત અભિયાનમાં શાહવાડી ખાતે ભાજપના અનેક અગ્રણી આગેવાનો એ  કરેલા કૌભાંડના અનેક દસ્તાવેજી પુરાવા હાથ લાગ્યા છે

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *