તારીખ ૨ જૂન ૨૦૨૪ ને રવિવારના રોજ સીજી રોડ અમદાવાદ ખાતે લોહાણા ક્રાંતિ દ્વારા આયોજિત લોહાણા બિઝનેસ સમિટ અત્યંત સફળતાપૂર્વક યોજાઈ
તારીખ ૨ જૂન ૨૦૨૪ ને રવિવારના રોજ સીજી રોડ અમદાવાદ ખાતે લોહાણા ક્રાંતિ દ્વારા આયોજિત લોહાણા બિઝનેસ સમિટ અત્યંત સફળતાપૂર્વક યોજાઈ
આજથી લગભગ બે વર્ષ પહેલાં સુરત મુકામે સાચા સમાજસેવી યુવાનો દ્વારા સુરતમાં આ પ્રકારની શરૂઆત કરવામાં આવી અને બે વર્ષ ખૂબ સફળતાપૂર્વક નિયમિત રીતે ચાલી અને બે ચેપ્ટર સુરતમાં જ શરૂ કરવામાં આવ્યા. તે સમયે એક સમિટમાં મુખ્ય મહેમાન તરીકે અમદાવાદથી લોહાણા મહા પરિષદના પૂર્વ મંત્રી શ્રી હિમાંશુભાઈ ઠક્કર તથા બિઝનેસમેન શ્રી જયેન્દ્રભાઈ ઠક્કર સુરત મુકામે હાજરી આપવા ગયેલા ત્યારે તેઓશ્રીએ અમદાવાદમાં પણ આ પ્રકારની શરૂઆત કરવા માટે તેમને આમંત્રણ આપ્યું હતું. જેને સુરતના યુવાનોએ મહેનત કરી વધાવી લઈ અને અમદાવાદમાં પણ છેલ્લા બે મહિનાથી આ પ્રકારનું આયોજન શરૂ કર્યું.
લગભગ પાંચમી આ પ્રકારની મીટીંગ શરૂ થઈ અને અલગ અલગ બિઝનેસમાં વ્યવસાયમાં સફળતાપૂર્વક અને મક્કમ રીતે આગળ વધી રહેલા યુવાનો ખૂબ સારી સંખ્યામાં આ લોહાણા બિઝનેસ સમિટમાં જોડાઈ રહ્યા છે. એક મિનિટ મોડું નહીં અને એક મિનિટ વહેલું નહીં એ રીતે શરૂ થતી અને પૂર્ણ થતી આ પ્રકારની બિઝનેસ મીટીંગો એ ખરેખર લોહાણા જ્ઞાતિમાં સંગઠન માટે ખૂબ સારી ભૂમિકા ભજવી શકે એમ છે. સમાજ માટે કંઈક કરી છૂટવા ઈચ્છતા અને તાકાતવાન યુવાનો આમાં જોડાઈ રહ્યા છે અને જે રસ લઈ રહ્યા છે તે તમામ અભિનંદનને પાત્ર છે. શ્રી હિમાંશુભાઈ ઠક્કર એક મેન્ટોર (માર્ગદર્શક) ની ભૂમિકામાં સૌને અપીલ કરી રહ્યા છે કે વધુને વધુ લોકો આ લોહાણા બિઝનેસ સમિટમાં જોડાય. સુરતના શ્રી હેમાંશુભાઈ ઠક્કર (પ્રમુખ)તથા શ્રી કેતનભાઇ ઠક્કર (ઉપપ્રમુખ) ખૂબ જ ઉત્સાહથી દર 15 દિવસે અમદાવાદ આવી અને આ પ્રકારની સમિટનું આયોજન કરે છે. દર વખતે શિસ્તબદ્ધ રીતે સમાજના એક એક સફળ બિઝનેસમેન તથા માર્ગદર્શક એવા વ્યક્તિને મુખ્ય મહેમાન તરીકે પણ બોલાવવામાં આવે છે જેમાં આજ સુધી શ્રી લાલેશભાઈ ઠક્કર, શ્રી નીતિનભાઈ ઠક્કર (નવભારત ટુર્સ), શ્રી ભરતભાઈ ઠક્કર, શ્રી પ્રફુલભાઈ સેજપાલ, શ્રી જયેન્દ્રભાઈ ઠક્કર જેવા મહાનુભાવો પણ હાજરી આપી ચૂક્યા છે. લોહાણા સમાજમાં યુવાનોને આ માધ્યમથી લોહાણા બિઝનેસ સમિટમાં જોડાવા માટે સંપર્ક સૂત્ર : કેતન ઠક્કર ૯૯૭૯૮૮૦૦૯૩ તથા હેમાંશુ ઠક્કર ૯૨૨૮૪૧૫૦૫૪
Leave a Reply