લોહાણા સમાજના વિદ્યાર્થીઓ માટે લોહાણા મહાપરીષદનો ઐતિહાસિક નિર્ણય : અમદાવાદ-મુંબઈના શરુ કરશે નવા છાત્રાલય
તા.૧૧.૯.૨૨ ના રોજ શ્રી લોહાણા મહાપરિષદ છાત્રાલય સમિતિની મિટિંગ નિર્ધારિત એજન્ડા મુજબ મળેલ જેમાં લોહાણા મહાપરિષદના પ્રમુખશ્રીના વિઝન એજ્યુકેશન અને સ્ત્રી કેળવણીના ભાગ રૂપે અને ચાલુ વર્ષ દરમિયાન ૨૦૦ જેટલી હાયર એજ્યુકેશનમા દીકરીઓ સમાજની છાત્રાલયમા એડમિશનથી વંચિત રહી જતા અને આ બાબતની વ્યાપક રજૂઆત ને ધ્યાને લઇને અમદાવાદ અને મુંબઈ ખાતે તબક્કા વાર ભાડા ની વ્યવસ્થા ઉભી કરી ને લોહાણા મહાપરિષદ દ્વારા જ દાતાઓ ના સહકારથી હાયર એજ્યુકેશન માટે કન્યા છાત્રાલય આગામી વર્ષથી શરૂ થાય એ માટે કોશીષ કરવી અને એ માટે જવાબદારી ઓ સોંપવામાં આવી.તેમજ દેશ ભરની ૮૫ પેકી ૩૩ કાર્યરત બોર્ડિંગ હોસ્ટેલની બધી વિગતો લોહાણા મહાપરિષદ ની વેબ સાઈટ પર મૂકવી.હોસ્ટેલના સંચાલકોને વિશ્વાસમાં લીધા બાદ લોહાણા મહાપરિષદના માધ્યમથી એક સેન્ટ્રલ કોમન એડમિશન ફોર્મ નું ફોર્મેટ બનાવવું. તમામ હોસ્ટેલના ધારાધોરણ તેમજ એડમિશન પ્રક્રિયાને લોહાણા મહાપરિષદ વેબ સાઈટ પર મૂકવી જેથી વિદ્યાર્થીઓને હોસ્ટેલ પસંદ કરવામાં અને એડમિશનના નીતી નિયમો ધ્યાનમાં રાખી નિર્ણય કરવામાં બને તેટલી ઓછી મુશ્કેલી થાય.મિટિંગની શરૂઆતમા રઘુવંશી ગાન બાદ અમદાવાદના દિવંગત વડીલ શ્રી કે આઇ ઠક્કર અને મુંબઈના હિતેન ભાઈ કોટેચાને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.વધુ મા બંધ છાત્રાલય સબંધી વન બાય વન છાત્રાલયના ટ્રસ્ટી/વહીવટ કર્તાઓ સાથે મિટિંગ કરીને શક્ય હોય ત્યાં સ્થળાંતર બાબતે ની કાર્યવાહી કરવા તેમને મનાવવા જેથી આવા બંધ છાત્રાલયના દાતાશ્રીઓ એ એજ્યુકેશન ના હેતુ માટે આપેલ દાન એળે ન જાય એવા શુભ આશયથી દાતાઓના માધ્યમથી બંધ છાત્રાલય ને ફરી એજ્યુકેશન પ્રવાહમા જોડવાની પ્રક્રિયા હાથ ધરવાનુ નકી કરવામાં આવેલ.અંતમા છાત્રાલય સમિતિના ચેરમેન યોગેશભાઈ ઉનડકટે જણાવેલ કે ૨૫ વર્ષ બાદ આ રીતે છાત્રાલય સમિતિ ની મિટિંગ મળેલ હતી અને ૨૫ જેટલા છાત્રાલયના ટ્રસ્ટીશ્રી અને વ્યવસ્થાપકશ્રીઓ એ હાજરી આપેલ અને હવે પછી વર્ષમા એક કે બે વાર છાત્રાલય સમિતિ ની મિટિંગ અચૂક કરવા છાત્રાલય સમિતિ ના પ્રતિનિધિશ્રી ઓ એ જણાવેલ અંત મા છાત્રાલય સમિતિ ના વા. ચેરમેન શ્રી હસમુખભાઈ જોબનપુત્રાએ વડાલા હોસ્ટેલની એસ ઓ પી ની માહિતી આપી સૌ નો આભાર માનવામાં આવેલ આ મિટિંગ મા લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠલાણી, પૂર્વ પ્રમુખ શ્રી યોગેશભાઈ લાખાણી, પરેશભાઈ ભુપતાણી, ધર્મેશભાઈ હરિયાણી, મંત્રી શ્રી હરીશભાઈ ઠક્કર, પૂર્વ ખજાનચી શ્રી હિંમતભાઈ કોટક,શ્રી રાજેન્દ્રભાઈ મજીઠીયા, તથા શ્રી અશ્વિનભાઈ વિઠ્ઠલાણી જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સાથે લોહાણા મહાપરિષદ ના હાયર એજ્યુકેશન સમિતિના ચેરમેન અને વિવિધ એજ્યુકેશનમા રુચિ ધરાવતા અગ્રણી જ્ઞાતિ શ્રેષ્ઠીશ્રીઓએ હાજરી આપેલ હતી આમ ૨૫ વર્ષ બાદ મળેલ છાત્રાલય સમિતિની મિટિંગ સફળ રહી હતી.
Leave a Reply