લોહાણા મહાપરીષદના સાનિધ્યમાં છાત્રાલય સંચાલકોની કાલે મળશે મીટીંગ

લોહાણા મહાપરીષદના સાનિધ્યમાં છાત્રાલય સંચાલકોની કાલે મળશે મીટીંગ

Spread the love

લોહાણા સમાજ એટલે વિશ્વમાં ફેલાયેલો એક નાનકડો પણ બુદ્ધિશાળી અને શક્તિશાળી સમાજ છે, લોહાણા સમાજના વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવેલ હોય તેવા અનેક છાત્રાલયો આજે ભારતવર્ષમાં કાર્યરત છે જયારે કેટલાક અનિવાર્ય સંજોગોમાં કારણે બંધ હાલતમાં છે. આ છાત્રાલયોનું વધુમાં વધુ શ્રેષ્ઠ ઉપયોગ કરી સમાજને કેવી રીતે મદદરૂપ થઇ શકાય તેવા મક્કમ અને મજબૂત ઈરાદા સાથે લોહાણા મહાપરીષદના પ્રમુખ સતીષ વિઠ્ઠલાણી અને છાત્રાલય સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ યોગેશ ઉનડકટના અધ્યક્ષ સ્થાને આવતીકાલે અમદાવાદ કાંકરિયા ખાતે આવેલ લોહાણા મહાજન વાડી ખાતે મળશે.

આ બેઠકમાં જે છાત્રાલયો હાલમાં કાર્યરત છે તેનું વધુ સુખ સગવડવાળા કેવી રીતે કરી શકાય અને જે બંધ હાલાતમાં છે જે કેમ બંધ છે અને તેને પુનઃ કેવી રીતે શરુ કરી શકાય તે દિશામાં સૌને સાથે રાખી સૌના માર્ગદર્શન સાથે આગળ વધવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.

ભારતભરમાંથી છાત્રાલયના સંચાલકો અમદાવાદ ખાતે મળનારી આ મીટીંગમાં ઉપસ્થિત રહી લોહાણા મહાપરીષદના સાનિધ્યમાં આગળ કેમ વધવું તેની રણનીતિ તૈયાર કરશે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *