હજારો સંસ્થાઓ અને હજારો પ્રમુખ હોવા છતાં અનાથ બનેલો લોહાણા સમાજ : અગ્રણીઓનું શરમજનક મૌન

હજારો સંસ્થાઓ અને હજારો પ્રમુખ હોવા છતાં અનાથ બનેલો લોહાણા સમાજ : અગ્રણીઓનું શરમજનક મૌન

Spread the love

વેરાવળના પ્રતિષ્ઠિત ડૉ. ચગ આત્મહત્યા કેસમાં

હજારો સંસ્થાઓ અને હજારો પ્રમુખ હોવા છતાં અનાથ બનેલો લોહાણા સમાજ : અગ્રણીઓનું શરમજનક મૌન

 

સૌરાષ્ટ્રના વેરાવળ શહેરના પ્રતિષ્ઠિત ડૉકટર ચગ ના આત્મહત્યાની ઘટનાને પંદર દિવસ જેટલો સમય વીતી ગયો છે, મરનાર કોને કારણે અને કેમ આત્મહત્યા કરી રહ્યા છે તે સુસાઇડ નોટમાં સ્પષ્ટ લખ્યું હોવા છતાં ગુજરાત પોલીસે આજદિન સુધી આરોપીઓ સામે ગંભીર ગુનો બનતો હોવા છતાં એફ.આઈ.આર. સુદ્ધા દાખલ કરી નથી. એફ.આઈ.આર.દાખલ નહી કરવાનું મુખ્ય કારણ જેનું નામ સુસાઈડ નોટમાં લખેલ છે તે વ્યક્તિ રાજેશ ચુડાસમા સંસદ સભ્ય છે અને ભારતીય જનતા પક્ષનો છે.

શું ભારતીય જનતા પક્ષના આગેવાનો ને અને નેતાઓને ગુંડાગીરી કરવાનો પરવાનો આપવામાં આવ્યો છે..? કે પછી ભારતીય જનતા પક્ષમાં રહેલા લોહાણા સમાજના કહેવાતા અગ્રણી આગેવાનોને ભાજપમાં કોઈ સાંભળતું નથી…?

દિલ્હીમાં મો માથા વગરના કેસમાં દિલ્હીના વર્તમાન નાયબ મુખ્યમંત્રીની રાતોરાત ધરપકડ થઇ શકે છે પરંતુ ગુજરાતમાં તમામ પુરાવા હોવા છતાં અને સમાજના લોકો ઠેર ઠેર આવેદન પત્ર આપી રહ્યા હોવા છતાં ગુનેગારને પકડવામાં આવતો નથી. શું આને રામરાજ કહેવાય…? શું આ ડબલ એન્જીન સરકાર છે..? ગુંડાઓને છાવરવા એજ ભાજપની નીતિ છે…?

લોહાણા સમાજની વાત કરવામાં આવે તો લોહાણા સમાજમાં ગામે ગામ હજારો સંસ્થાઓ સમાજ સેવા માટે બનેલી છે, હજારો પ્રમુખો રોજ સોશિયલ મીડિયાના માધ્યમથી ફાંકા ફોજદારી કરવા આવી જાય છે ત્યારે સમાજમાં આવડી મોટી ઘટના બની હોય અને પોલીસ જયારે કેસ સુદ્ધા દાખલ ના કરતી હોય ત્યારે આ કહેવાતા પ્રમુખો અને સંસ્થાઓ શું ચૂંટણી સમયે ભાજપના ખેસ પહેરીની શોભા વધારવામાં માટે બનાવવામાં આવી છે તેવો પ્રશ્ન સમાજના સામાન્ય માનવીના મનમાં ઉદભવી રહ્યો છે.

લોહાણા સમાજના બે પ્રમુખો અમદાવાદમાં રહે છે, એક પૂર્વ ઉપ પ્રમુખ અને વર્તમાન ઉપ પ્રમુખ પણ અમદાવાદમાં રહે છે અને વર્તમાન પ્રમુખ પણ સમાજ માટે કઈક કરવાની મોટી મોટી વાતો કરતા હોય છે ત્યારે આ તમામ કહેવાતા આગેવાનો ચુપ કેમ છે…? અને જેમની જીતથી સમાજ આખો જાણે ધારાસભ્ય બન્યો હોય તેમ હરખાતો હતો તેવા વાંકાનેરના ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી સામાન્ય સંજોગમાં પોતાના આક્રમક વલણ માટે ખુબ જાણીતા છે પરંતુ ખરા સમયે તેઓ પણ ભેદી મૌન ધારણ કરીને બેઠા છે.

સમાજ સેવાના નામ પર સમાજની સંસ્થાઓને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડનાર લોહાણા સમાજના મહાનુભાવો જો આવ સમયે કઈ જ ના કરી શકતા હોય તો તેમને મહાપુરુષ તો ઠીક પણ પુરુષ કહેવામાં પણ સમાજ શરમ અનુભવી રહ્યો છે.

લોહાણા સમાજની તમામ સંસ્થાઓ અને મહાનુભાવોએ તમામ મતભેદ ભૂલી આ મામલે એક થઇ આક્રમક વલણ અપનાવી ગુનેગારોને કડકમાં કડક સમાજ મળે તે માટે લડી લેવા માટે મેદાનમાં આવવું જોઈએ અથવા પોતાના પદ અને હોદ્દા પરથી ક્ષણનો ય વિલંબ કર્યા વગર રાજીનામું આપી દેવું જોઈએ.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *