અમદાવાદ-મકતમપુરાના કોંગ્રેસ કોર્પોરેટર હાજીભાઇ મિર્ઝા દ્વારા સરાહનીય કામગીરી

અમદાવાદ-મકતમપુરાના કોંગ્રેસ કોર્પોરેટર હાજીભાઇ મિર્ઝા દ્વારા સરાહનીય કામગીરી

Spread the love

અમદાવાદ-મકતમપુરાના કોંગ્રેસ કોર્પોરેટર હાજીભાઇ મિર્ઝા દ્વારા સરાહનીય કામગીરી

અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના મકતમપુરા વોર્ડમાં છેલ્લા ઘણા સમયથી મુબારક કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં લોકો ડ્રેનેજ ભરાઈ જવાના પ્રશ્નથી પરેશાન હતા જેમાં વારંવાર ગાડીઓ મોકલી સફાઈ કરાવવા છતાં પણ ડ્રેનેજ લાઈનની સમસ્યા ઠેરની ઠેર જ હતી તે માટે સોસાયટીના ચેરમેન શ્રી સિરાજભાઈ મેમણ તથા અશિફભાઈની ટીમ દ્વારા નવી ડ્રેનેજ લાઈન બનાવવા કામગીરી શરૂ કરી જે સમગ્ર સોસાયટીના લોકોએ સાથ સહકાર આપી ડ્રેનેજ લાઇનનું કામ શરૂ થયું સાથે સાથે હાલમાં મુબારક મસ્જિદ પાસે કામ પૂર્ણ થવાના આરે છે. આ કામમાં સોસાયટીના તમામ સભ્યોએ ખૂબ જ સુંદર સાથ સહકાર આપ્યો હતો.

મક્તમપુરા વોર્ડના કોર્પોરેટર મિર્ઝા હાજીભાઈ દ્વારા સુંદર સાથ અને સહકાર આપનાર તમામ રહીશોનો આભાર માનવામાં આવ્યો છે. આ સમગ્ર ડ્રેનેજ લાઈન નું કામ ૮૦/૨૦ ના નિયમ મુજબ કોંગ્રેસના કોર્પોરેટરના બજેટ માંથી થયેલ છે

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *