મણીનગર લોહાણા સમાજ દ્વારા અમુલ ભટ્ટનું સન્માન કરવામાં આવ્યું
મણીનગર વિધાનસભા સીટના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર અમુલ ભટ્ટનો ગઈકાલે બુધવારે રાત્રે ૯.૩૦ કલાકે કાંકરિયા ખાતે આવેલ દેશી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સત્કાર અને સન્માન સમારંભ યોજાઈ ગયો,
ખુબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા લોહાણા સમાજના યુવાનો અને વડીલોએ આગામી ચૂંટણીમાં લોહાણા સમાજ ભારતીય જનતા પક્ષની સાથે રહેશે તેવો વિશ્વાસ આપ્યો હતો, દેશી લોહાણા વિદ્યાર્થી ભવનના પ્રમુખ શ્રી રમણભાઈ ઠક્કર તરફથી અમુલ ભટ્ટને ગુલદસ્તો અ આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, દેશી લોહાણા વિદ્યાર્થી ભવનના મંત્રી શ્રી જયેશ ઠક્કર અને અમદાવાદ પૂર્વ લોહાણા સમાજના પ્રમુખ ભરત માવાણી દ્વારા પણ અમુલ ભટ્ટને ગુલદસ્તો આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
અમુલ ભટ્ટે પોતાની ટૂંકી પણ મજાની સ્પીચમાં નરેન્દ્રભાઈ મોદીના વિઝન, અને ગુજરાતને હજી વધુ વિકાસશીલ બનાવવા માટે ભાજપને મત આપવા માટે અપીલ કરી હતી.
ખુબ જ ટૂંકી નોટીસ અને મોડી સાંજનો કાર્યક્રમ હોવા છતાં ખુબ જ મોટી સંખ્યામાં લોહાણા સમાજના જ્ઞાતિજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. દેશી લોહાણા વિદ્યાર્થી ભવનના પ્રમુખ શ્રી રમણભાઈ ઠક્કર, મંત્રી શ્રી જયેશભાઈ ઠક્કર, અગ્રણી આગેવાનો શ્રી ભરતભાઈ ઠક્કર, દિનેશભાઈ ઠક્કર, કલ્પેશભાઈ ઠક્કર, શ્રી વિપુલભાઈ ઠક્કર, શ્રી હિરેનભાઈ ઠક્કર, શ્રી સૌરભભાઈ ઠક્કર, શ્રી પ્રદીપભાઈ ઠક્કર, શ્રી પ્રશાંતભાઈ ઠક્કર, શ્રી અલ્પેશભાઈ ઠક્કર, શ્રી જીગરભાઈ ઠક્કર (લાટી બજાર) તથા શ્રી જીતેશભાઈ ઠક્કર જેવા અગ્રણી વ્યક્તિઓએ ઉપસ્થિત રહી જ્ઞાતિજનોનો ઉત્સાહ વધાર્યો હતો.
Leave a Reply