મણીનગર વિધાનસભા માટે કોંગ્રસમાંથી જ્યોર્જ ડાયસની મજબૂત દાવેદારી : જ્યોર્જના સમર્થનમાં અનેક સમાજ અગ્રણીઓ

મણીનગર વિધાનસભા માટે કોંગ્રસમાંથી જ્યોર્જ ડાયસની મજબૂત દાવેદારી : જ્યોર્જના સમર્થનમાં અનેક સમાજ અગ્રણીઓ

Spread the love

મણીનગર વિધાનસભા એટલે વર્ષોથી ભારતીય જનતા પક્ષનો ગઢ માનવામાં આવે છે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પણ અહી ધારાસભ્ય રહી ચુક્યા છે, અત્યારે હાલ પણ મણીનગર વિધાનસભા સીટ ભારતીય જનતા પક્ષના નામે છે પરંતુ આગામી વિધાનસભા ચૂંટણીમાં અહી આમ આદમી પાર્ટી હાર જીતનું ગણિત બગાડી શકે તેમ છે.

મળી રહેલી માહિતી મુજબ પૂર્વ કોર્પોરેટર અને વિદ્યાથી નેતા જ્યોર્જ ડાયસ મણીનગર વિધાનસભામાંથી આ વખતે ટીકીટ માંગી રહ્યા છે અને અનેક સમાજના લોકોનું, સમાજની સંસ્થાઓનું તેમને ખુલ્લું સમર્થન પ્રાપ્ત થયું છે. એક યુવા નેતા તરીકે, વિદ્યાર્થી નેતા તરીકે અને કોર્પોરેટર તરીકે જ્યોર્જ ડાયસની છબી એકદમ સાફ રહી છે, સામાન્ય પરિવારમાંથી આગળ આવેલ જ્યોર્જ આજે પણ સ્થાનિક ગરીબ અને મધ્યવર્ગના લોકોમાં અંત્યત લોકપ્રિય નેતા તરીકેની છબી ધરાવે છે.

જ્યોર્જ ડાયસ પાસે સ્થાનિક કક્ષાએ મજબૂત યુવા ટીમ છે, વિસ્તારના અનેક અગ્રણીઓ અને આગેવાનો ભલે તે ગમે તે પક્ષને માનતા હોય પરંતુ વાત જ્યોર્જ ડાયસની આવે તો તેઓ પણ જ્યોર્જનો વિરોધ કરવા તૈયાર નથી. બીજું મણીનગર વિધાનસભા વિસ્તારમાં ક્રિશ્ચન સમાજના વોટ ખુબ મોટી સંખ્યામાં છે અને જ્યોર્જ ડાયસને જો અહી ટીકીટ મળે તો ક્રિશ્ચન સમાજ પણ તેમની પડખે રહી શકે છે.

હવે જોવાનું એ રહે છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં મણિનગરના મતદારો કોના નામ પર મંજૂરીની મહોર મારે છે અને કોને ઘરે બેસવાનો આદેશ આપે છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *