મોરબી લોહાણા મહાજન પ્રકાશ રવેશિયાના હત્યારાને સાથ આપશે..? કે રઘુવંશીપણું બતાવશે..?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ જ મોરબી પૂલ દુર્ઘટનાના કારણે મોરબીની સીટ ખાસ્સી ચર્ચામાં જોવા મળી રહી છે અહી ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી આવેલ બ્રિજેશ મેરજા ના સ્થાને પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાને ટીકીટ આપી છે. કાનાભાઈ ના હુલામણા નામથી ઓળખાતા આ પૂર્વ ધારાસભ્ય પર લોહાણા સમાજના અગ્રણી કાર્યકર્તા પ્રકાશ રવેશિયાની હત્યાનો આરોપ છે, આ હત્યા કેસમાં કાંતિ અમૃતિયા જેલમાં પણ જઈ આવેલ છે.
મોરબીની સીટ પર ભાજપ, કોંગેસ અને આપની લડાઈમાં સ્થનિક અગ્રણી યુવાન કાર્યકર વિવેક મીરાણી પણ અપક્ષમાં ચૂંટણી લડી રહ્યા છે, આધારભૂત સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ડર, ભય કે લોભ લાલચમાં આવી મોરબીનું લોહાણા મહાજન અત્યારે ભારતીય જનતા પક્ષને સમર્થન કરી રહ્યું છે, આ એજ મહાજન છે જે પ્રકાશ રવેશિયાની હત્યા થઇ ત્યારે આખા ગુજરાતના મહાજન પાસે ન્યાય અને મદદની આશા રાખીને બેઠું હતું અને લગભગ ગુજરાતના તમામ મહાજનોએ આ અંગે સભાઓ કરી હતી, હોબાળો કર્યો હતો અને કાંતિ અમૃતિયાની ધરપકડ કરાવી હતી.
ઉમેદવાર વિવેક મીરાણીના નજીકના સુત્રો જણાવી રહ્યા છે કે આજે લોહાણા સમાજે એક સંપ થઇ પોતાના સમાજને ઉમેદવારને સમર્થન આપી ભૂતકાળના ગુનેગાર સામે બદલો લેવાની સુવર્ણ તક દરવાજે આવેલી છે ત્યારે મહાજન કોની રાહ જોઈ રહ્યું છે અને કોનાથી ડરી રહ્યું છે તે સમજણ પડતી નથી.
મોરબી બેઠક પર લોહાણા સમાજ એકસંપ થઇ વિવેક મીરાણીની તરફેણમાં વોટીંગ કરે તો નક્કી આ સીટ પર હારજીતનું આખું ગણિત બદલાઈ જાય તેમ છે.
Leave a Reply