અમદાવાદ નિર્ણયનગર ખાતે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા આગમી જલારામ જયંતીની ઉજવણી બાબતે મીટીંગ સંપન્ન

અમદાવાદ નિર્ણયનગર ખાતે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા આગમી જલારામ જયંતીની ઉજવણી બાબતે મીટીંગ સંપન્ન

Spread the love

ગઈકાલે ગુરુવારે સાંજે ૭ વાગે અમદાવાદના નિર્ણયનગર ખાતે આવેલ જલારામ બાપાના મંદિર ખાતે રઘુવંશી ક્રાંતિ મંચના અમદાવાદના પદાધિકારીઓ સાથે મળી આગામી જલારામ જયંતિની ઉજવણી બાબતે ચર્ચા વિચારણા કરી હતી સાથે પૂ.બાપાની પૂજા આરતી કરી સૌએ સાથે પ્રસાદ લીધો હતો.

અમદાવાદના નિર્ણયનગર ખાતે રઘુવંશી ક્રાંતિ મંચના મહામંત્રી શ્રી હેમંતભાઈ ઠક્કર (મુન્નભાઈ) દ્વારા પોતાના માતૃશ્રીની યાદમાં જલારામ મંદિરની સ્થાપના કરવામાં આવેલ છે, જ્યાં દરવર્ષે ધામધૂમ પૂર્વક જલારામબાપની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવે છે.

ચાલુ વર્ષે પણ એજ શ્રદ્ધા અને આસ્થા સાથે લોહાણા સમાજના જ્ઞાતિજનો અને પૂ.બાપાના ભક્તો શ્રદ્ધા અને ભક્તિ સાથે કોઈ પણ જાતની તકલીફ કે અગવડ વિના સુંદર રીતે પૂ.બાપાની જન્મજયંતી ઉજવી શકે તેવા આશયથી રઘુવંશી ક્રાંતિ મંચ અને મુન્નાભાઈ ઠક્કરના પરિવાર દ્વારા ગઈકાલે એક સુંદર મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *