ઉત્તર ગુજરાત લોહાણા સમાજ માટે આવતીકાલે ખમીર બતાવવાનો દિવસ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આવતીકાલે સવારે અંતિમ તબક્કાનું મતદાન થવાનું છે તેમાં સમગ્ર ઉત્તર ગુજરાતની બેઠકો પર કોણ સૌથી વધુ બેઠકો જીતશે તે બાબત ચર્ચાનો વિષય બની રહી છે. ઉત્તર ગુજરાતમાં વર્ષોથી એક પરંપરા રહી છે કે અહી ઉમેદવારો કયા પક્ષનો છે એનું બહુ મહત્વ નથી હોતું પણ ઉમેદવાર કયા સમાજનો છે તે ઘણું મહત્વનું હોય છે. અને તે મુજબ જ વર્ષોથી અહી ધારાસભ્યો અને સંસદ સભ્યો ચૂંટાતા હોય છે.
આવતીકાલે થનાર મતદાનમાં પણ પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા સહીત અનેક બેઠકો પર જે ઉમેદવારો હારજીતના દાવા કરી રહ્યા છે તે પણ જ્ઞાતિ આધારિત જ છે, આવા સમયમાં એક સમાજ એવો પણ છે કે જેની બંને મુખ્ય રાજકીય પક્ષોએ સદંતર અવગણના કરી છે, અને કદાચ ઉત્તર ગુજરાતમાં એ અવગણના છેલ્લા ઘણા વર્ષથી કરવામાં રહી છે અને તે સમાજ છે ખમીરવંતો લોહાણા સમાજ.
પાટણ અને બનાસકાંઠા જીલ્લાના નાનામાં ગામ, અંતરિયાળ ગામ સુધી ફેલાયેલો લોહાણા સમાજ વસ્તીની દ્રષ્ટીએ નાનો છે, પણ સુખી, સમૃદ્ધ અને બુદ્ધિશાળી સમાજ છે, અનેક સંસ્થાઓ વર્ષો અગાઉ શરુ કરવામાં લોહાણા સમાજની ખુબ જ મોટી ભૂમિકા રહેલી છે. પછી એ શિક્ષણ માટેની કોલેજ હોય કે ગૌશાળા હોય કે હોસ્પિટલ હોય અને અહીનો સ્થાનિક સમાજ પણ લોહાણા સમાજને માન અને સન્માન આપતો આવ્યો છે. પરંતુ રાજકીય પક્ષોએ અહી સતત લોહાણા સમાજની અવગણના કરી હોવાનું પહેલી નજરે દેખાઈ રહ્યું છે. અનેક લોહાણા અગ્રણીઓની રાજકીય કારકિર્દી તાલુકા અને જીલ્લા પંચાયત સુધીમાં પૂરી થઇ ગઈ છે.
આવતીકાલે થનાર ચૂંટણીમાં અહી મુખ્ય મુખ્ય રાજકીય પક્ષ કહેવાતા ભાજપ કે કોંગ્રેસમાં આ સીટો પર એક પણ લોહાણા સમાજના ઉમેદવાર નથી પરંતુ પાટણ અને કાંકરેજમાં લોહાણા સમાજના ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
ઉત્તર ગુજરાત લોહાણા સમાજના તમામ મહાજનો, મહાજન અગ્રણીઓ, યુવા અગ્રણીઓ, મહિલાઓ તથા તમામ જ્ઞાતિજનોની એ નૈતિક ફરજ છે કે સમાજનું અસ્તિત્વ જયારે જોખમમાં આવ્યું હોય ત્યારે હારજીતની પરવાહ કર્યા વગર સમાજના જે પણ મત છે તે સો ટકા મતદાન કરી/કરાવી પોતાના સમાજના ઉમેદવારને મળે તે માટે પ્રયાસ કરવો જોઈએ, લોહાણા સમાજની અવગણના કરનાર પક્ષોની હારજીતના સમીકરણો ખોરવી નાખવા માટે આ કરવું આ તબક્કે ખુબ જરૂરી હોવાનું સમાજ અગ્રણીઓ માની રહ્યા છે.
ગૌ સેવા માટે ઉત્તર ગુજરાતનો લોહાણા સમાજ ખુબ જાણીતો છે, ઉત્તર ગુજરાતમાં તે માટે ભાભર ખાતે ખુબ જ મોટી ગૌશાળા પણ કાર્યરત છે અને દુખ સાથે કહેવું પડે છે કે ગાય માતા પણ લોહાણા સમાજના લોકોએ વર્તમાન સરકાર સામે આંદોલન કરવા પડ્યા છે. હિન્દુ ધર્મની આસ્થાનું પ્રતીક ગણાતી ગૌમાતા માટે પણ જો આંદોલનો કરવા પડે તો રઘુવંશીઓ ક્ષત્રિયપણું અત્યારે નહીં બતાવે તો ક્યારે બતાવશે??? લોહાણા સમાજ માટે આ ચેતી જવાનો આ સમય છે અને તક છે સમજી વિચારી મતદાન કરી જવાબ આપવાની આ તક સમાજના લોકોએ સાથે મળી, એકસંપ થઇ ઝડપી લેવી જોઈએ.
આ સંજોગમાં સમાજના લોકોએ સમાજ હિતમાં મોટા પાયે મતદાન કરવું જોઈએ અને પોતાના સગા વ્હાલાઓને પણ આ બાબતની જાણ કરી પોતાના ઉમેદવારની તરફેણમાં મતદાન કરવાનું જોઈએ.
Leave a Reply