પારિજાત અનિરુદ્ધ ઠક્કરનું ૧૪ વર્ષની વયે નૃત્યકલા ક્ષેત્રે અદભૂત પ્રદર્શન

પારિજાત અનિરુદ્ધ ઠક્કરનું ૧૪ વર્ષની વયે નૃત્યકલા ક્ષેત્રે અદભૂત પ્રદર્શન

Spread the love

લોહાણા સમાજની હોનહાર દીકરી

પારિજાત અનિરુદ્ધ ઠક્કરનું ૧૪ વર્ષની વયે નૃત્યકલા ક્ષેત્રે અદભૂત પ્રદર્શન

છેલ્લા કેટલાય વર્ષોથી અમદાવાદમાં સ્થાયી રખિયાલ નિવાસી જશવંતલાલ સોમચંદદાસ ઠક્કર પરિવારની હોનહાર દીકરી પારિજાત (નેન્સી) અનિરુદ્ધ ઠક્કર ૧૮ ડીસેમ્બર, રવિવારના રોજ અમદાવાદના ઇન્કમટેક્ષ ખાતે આવેલ દિનેશ હોલ ખાતે બપોરે ૩.૦૦ થી ૬.૦૦ દરમ્યાન રાખેલ ‘અરંગેત્રમ’ કાર્યક્રમમાં પોતે કરેલી નૃત્યકલાની સાધના પોતાના પરિવારના સભ્યો અને આમંત્રિત મહેમાનો સમક્ષ રજુ કરશે.

વર્ષોથી શિક્ષણ સાથે સંકળાયેલ દાદી રશ્મિબેન જશવંતલાલ ઠક્કરની આ હોનહાર પૌત્રી બાળપણથી ભણવામાં હોંશિયાર હોવાની સાથે અનેક પ્રવૃત્તિઓમાં કુશળતા પૂર્વક ભાગ લઇ ચુકી છે. માતા નિમિષાબેન ઠક્કર અને પિતા અનિરુદ્ધ ઠક્કરે પોતાની વ્હાલી દીકરીની પોતાના મનગમતા કાર્યો કરવા માટે એક મુક્ત વાતાવરણનું સર્જન કર્યું જેના શ્રેષ્ઠ ફળસ્વરૂપ દીકરી પારિજાત નાની વયમાં નૃત્યકલાનું એક સોપાન સર કરી શકી છે.

આ પ્રસંગે સગા સંબંધીઓ અને મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દીકરી પારિજાતને આશીર્વાદ આપશે અને તેણે કરેલી સાધનાને પ્રત્યક્ષ નિહાળશે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *