પાટણ વિધાનસભામાં આપની સ્થિતિ મજબૂત : લાલેશ ઠકકરને પાટણમાં મળી રહેલો ભવ્ય પ્રતિસાદ  

પાટણ વિધાનસભામાં આપની સ્થિતિ મજબૂત : લાલેશ ઠકકરને પાટણમાં મળી રહેલો ભવ્ય પ્રતિસાદ  

Spread the love

ગુજરાતની ઐતિહાસિક રાજધાની પાટણ તેના પટોળા માટે જગવિખ્યાત છે, પાટણ શહેર એટલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો મતવિસ્તાર, હાલમાં પાટણ વિધાનસભા કોંગ્રેસ પાસે છે પરંતુ આગામી વિધાનસભા માટે આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલે જે દસ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા તેમાંથી કેટલાક નામ એવા છે જે કોંગ્રેસ ભાજપના હારજીતના ગણિત ખોરવી નાખવા માટે પૂરતા છે અને તેમાનું એક નામ એટલે લાલેશ ઠક્કર

પાટણ નગરપાલિકામાં અગાઉ બિનહરીફ ઉપપ્રમખ તરીકે પસંદગી પામી અનેક સેવાકીય કર્યો કરનાર લાલેશ ઠકકરને પાટણના લોકો એક લડાયક મિજાજ ધરાવતા નેતા તરીકે ઓળખે છે, પાટણ શહેરને સિવિલ હોસ્પિટલ મળે તે માટે ચાર વર્ષ કરતા વધુ સમય સરકાર સામે લડીને પાટણને સિવિલ હોસ્પિટલ અપાવનાર લાલેશ ઠકકર દરેક સમાજમાં સારું માન અને સ્થાન ધરાવે છે.

આમ આદમી પાર્ટી દ્વારા લાલેશ ઠક્કરની આગામી વિધાનસભાના ઉમેદવાર તરીકે પસંદગી થતાં પાટણ અને તેની આસપાસના તમામ વિસતારના લોકોમાં ખુશીનું વાતવરણ જોવા મળ્યું હતું. જે રીતે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં આવકાર મળી રહ્યો છે અને તેમાય લાલેશ ઠક્કર જેવા મજબૂત ઉમેદવારોની પસંદગી જોતા લાલેશ ઠકકર ભાજપ કોંગ્રેસનું ગણિત બગાડી ભારે બહુમતીથી જીતી આવે તેવું અત્યારેના સંજોગો જોતા લાગી રહ્યું છે.

 

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *