લોહાણા સમાજને રાજકીય ક્ષેત્રે પાયમાલ કરનાર પૂર્વ પ્રમુખ પ્રવીણ કોટક પરિવારના સાત સભ્યો સામે ખોટા ખેડૂત કેસમાં અપીલ દાખલ

લોહાણા સમાજને રાજકીય ક્ષેત્રે પાયમાલ કરનાર પૂર્વ પ્રમુખ પ્રવીણ કોટક પરિવારના સાત સભ્યો સામે ખોટા ખેડૂત કેસમાં અપીલ દાખલ

Spread the love

લોહાણા મહાપરીષદના પોતાના સાશનકાળ દરમ્યાન લોહાણા સમાજની આન,બાન,શાન અને આબરૂ ભાજપ કાર્યલયમાં પોતાના અંગત સ્વાર્થ માટે ગીરો મુકે દેનાર અને લોહાણા સમાજને અન્ય કોઈ પક્ષમાં આગળ નહી વધવા દેનાર પૂર્વ પ્રમખ પ્રવીણ કોટક સામે લોહાણા સમાજની સંસ્થાઓમાં અનેક ગોટાળા કર્યા હોવાનો આરોપ પણ છે અને તેને લગતા અનેક પુરાવા પણ છે. સોલા ભાગવત ખાતે એમ.ઓ.યુ.ના નામ પર સાદા સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરી લોહાણા સમાજને ચાર કરોડ રૂપિયા કરતા વધુ રૂપિયાના ખાડામાં ઉતારી પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લેનાર પ્રવીણ કોટક પોતાના અંગત જીવન અને પોતાના કારોબારમાં પણ અનેક કાંડ અને કૌભાંડ કર્યા હોવાનું અવારનવાર અખબારોમાં પ્રકાશિત થતું રહે છે.

પ્રવીણ કોટક અને તેમનો પરિવાર વર્ષો પહેલા બનાસકાંઠા જીલ્લાના ગાંજીસર ગામ ખાતે રહેતો હતો ત્યારે તેમના પિતા અને દાદા સરકારી ચોપડે નોંધાયેલ ખેડૂત હતા, અનેક જમીનોમાં પ્રવીણ કોટકના પિતા સ્વ.તલકસીભાઈ કોટક અને તેમના ભાઈઓના નામ જુના રેકોર્ડમાં બોલતા હતા, ત્યારબાદ તલકસીભાઈ કોટક પોતાના પરિવાર સાથે અમદાવાદ રહેવા આવી જતા અને અન્ય વ્યવસાયમાં જોડાતા વર્ષ ૧૯૮૦ મેં તેમણે તેમની રાજીખુશીથી પોતાનો ખેડૂત તરીકેનો ભાગ અને હિસ્સો પોતાના ભાઈના તરફેણમાં જતો કરી દીધો હતો, જેની વિગતવાર માહિતી સરકારી તમામ કાગળોમાં જોવા મળી રહી છે.

ભારત સરકારના ખેતી વિષયક કાયદા અનુસાર એક વાર કોઈ પણ વ્યક્તિ ખેડૂત તરીકે પોતાનો હક્ક કે હિસ્સો છોડી દે તો છ માસના સમયગાળામાં જે તે વ્યક્તિએ અન્ય જગ્યાએ જમીન ધારણ કરી લેવી પડે છે, જો તેમ કરવામાં ના આવે તો કાયમી ધોરણે ખેડૂત તરીકેનો હક્ક અને હિસ્સો નાબુદ થઇ જાય છે, કદાચ સંજોગો વસાત છ માસમાં ના ખરીદી શકાય તો સ્થાનિક કલેકટરને વિનંતી કરી તે સમય ગાળાને વધુ છ માસ માટે લંબાવી શકાય અને અને વધુમાં વધુ બે વર્ષ સુધી જો અન્ય જગ્યાએ ખેતીની જમીન ધારણ કરવામાં ના આવે તો કાયમી ધોરણે જે તે વ્યક્તિ ખેડૂત તરીકેની પોતાની ઓળખ ગુમાવી દે છે.

તલકસીભાઈ કોટકનો પરિવાર અમદાવાદ સ્થાઈ થયો ત્યારે અમદાવાદ અને ગુજરાતમાં જમીનના વ્યવસાયમાં આજે છે તેવી તેજી નહોતી પણ વિકસી રહેલા અમદાવાદ અને ગુજરાતમાં જમીનના વેપારમાં તેજી આવશે તેવી ચોક્કસ ગણતરી સાથે આ પરિવારને ફરી ખેડૂત બનવાની ઈચ્છા થઇ હશે તેવું એક અનુમાન લગાવીએ તો એ ખોટું નથી.

સરકારી રેકોર્ડ જોતા વર્ષ ૧૯૮૦માં પોતાનો ખેડૂત તરીકેનો હક્ક હિસ્સો છોડી ચુકેલા પ્રવીણ કોટકનો પરિવાર પાંચ વર્ષ બાદ એટલે કે ૧૯૮૫ માં ફરીથી ખેડૂત તરીકે દાખલ થયેલો જોવા મળે છે, જે સરકારી કાયદા અને નીતીનીયમની વિરુદ્ધ છે, તેમના પરિવારના કુલ સાત સભ્યો ખોટી અને ગેરકાયદેસર રીતે ખેડૂત બની અને ત્યારબાદ તેમણે અનેક જગ્યાએ ખેતીની જમીનો ખરીદી હોવાના આધારભૂત દસ્તાવેજી પુરાવા સામે આવ્યા છે,

આ અંગે તોફાની તાંડવ દ્વારા રાધનપુર ખાતે આવેલ પ્રાંત અધિકારી સમક્ષ તમામ દસ્તાવેજી પુરાવા સાથે જે નોંધ નંબરથી ઉપરોક્ત પરિવાર ખોટી રીતે ખેડૂત બનેલ તે નોંધ સામે અપીલ દાખલ કરી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાની દિશામાં પહેલું પગલું ભર્યું છે.

આ સાથે સોલા ભાગવત ખાતે થયેલ કૌભાંડ બાબતે પણ ત્રણથી ચાર વખત સોલા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તમામ પુરાવા બતાવી ગુનો નોંધાય તે માટેની કામગીરી પણ શરુ કરવામાં આવેલ છે, જો રાજકીય કે અન્ય દબાણ ને કારણે પોલીસ ગુનો ના પણ નોંધે તો નામદાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી ત્યાં પણ લોહાણા સમાજને ન્યાય મળે તે માટેના પ્રયાસ તોફાની તાંડવ કરી રહ્યું છે.

 

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *