લોહાણા સમાજની સંસ્થાઓ આવતીકાલે અમદાવાદ કલેકટરને આપશે આવેદન પત્ર

લોહાણા સમાજની સંસ્થાઓ આવતીકાલે અમદાવાદ કલેકટરને આપશે આવેદન પત્ર

Spread the love

જામનગર જીલ્લાના નરમાણા ગામ ખાતે લોહાણા સમાજની મહિલાની છેડતી કરનાર સ્થાનિક પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ લોહાણા સમાજમાં ભારે રોષ અને આક્રોશની લાગણી જોવા મળી રહી છે, જેના અનુસંધાનમાં લોહાણા સમાજની સંસ્થાશ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ અને અમદાવાદ પૂર્વ લોહાણા સમાજ સાથે મળી આવતીકાલે અમદાવાદ કલેક્ટરશ્રી ને આવેદન પત્ર આપી ઉપરોક્ત ઘટનામાં યોગ્ય પગલા ભરાય અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે રજૂઆત કરશે.

શક્તિશાળી યુવાનોની ઝંઝાવાત સર્જી શકે તેવી શક્તિશાળી સંસ્થા શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ સાથે અમદાવાદ પૂર્વ લોહાણા સમાજ પણ પોતાના તમામ ટીમ સાથે હાજર રહી આવેદન પત્ર આપશે. આ અંગે પૂર્વ લોહાણા સમાજ અમદાવાદના પ્રમુખ શ્રી ભરતભાઈ માવાણી દ્વારા તોફાની તાંડવને આપેલી માહિતી અનુસાર આવતીકાલે મંગળવારે સવારે ૧૧.૦૦ કલાકે અમદાવાદના જુનાવાડજ ખાતે અએલ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ અમદાવાદ ખાતે તમામ યુવાનો અને વડીલો સાથે મળી ત્યાંથી રેલી સ્વરૂપે કલેકટર કચેરી ખાતે જઈ આવેદન પત્ર આપશે.

શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ તરફથી સૌરભ ઠકકરે અમદાવાદ આસપાસ વસતા લોહાણા જ્ઞાતિના જ્ઞાતિજનોને આ આવેદન પત્ર આપવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ કરી છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *