રાજપૂત સમાજ અમદાવાદ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળતમ આયોજન સંપન્ન
રાજપૂત સમાજ અમદાવાદ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળતમ આયોજન સંપન્ન
અમદાવાદમાં વસતા રાજપૂત સમાજ સંગઠન દ્વારા સમાજના યુવાનોમાં એકતા અને સમાજમાં પ્રેમ વધે તેવા શુભ આશયથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું,
અમદાવાદના બીબીપુરા ખાતે આવેલ તાલુકા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં સમાજના યુવાનોએ પોતાની ટીમ બનાવી ભાગ લીધો હતો અને દિવસભર વિવિધ વિભાગની મેચ રમાડવામાં આવી હતી, અને અંતે ફાઈનલમાં વિજેતા બનનાર ટીમને તથા રનર્સ અપ રહેનાર ટીમને ટ્રોફી સહીત આશ્વાસન ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા.
આ અવસરમાં સમાજના અગ્રણી આગેવાનો શ્રી કમલેશ ચૌહાણ (પ્રમુખ) તથા યુવા મોરચાના અધ્યક્ષ જીગ્નેશ રાજપૂત સહીત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્ય અતિથી તરીકે જીલ્લા સ્પોર્ટ્સ અધિકારી સમીર પંચાલ ઉપસ્થિત રહ્યા હતા.
Leave a Reply