સૌરાષ્ટ્રના રાજુલા ખાતે નવનિર્મિત લોહાણા મહાજન વાડીનું લોકાર્પણ થશે

સૌરાષ્ટ્રના રાજુલા ખાતે નવનિર્મિત લોહાણા મહાજન વાડીનું લોકાર્પણ થશે

Spread the love

સૌરાષ્ટ્રના રાજુલા ખાતે તા.૧૬.૧૦.૨૦૨૨ ને રવિવારે રાજુલા લોહાણા મહાજન વાડીના લોકાર્પણનો અદભૂત કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ અંગે મળી રહેલી માહિતી મુજબ અમદાવાદના પ્રતિષ્ઠિત પરિવારો શ્રી નાનુભાઈ વેલજીભાઈ મજીઠીયા અને એન.એમ.રાઈચા ફાઉન્ડેશન વતી મહેન્દ્રભાઈ રાઈચા દ્વારા ખુલ્લા હાથે સખાવત આપી, એટલું જ પોતે અંગત રીતે રસ લઇ આ લોહાણા મહાજન વાડીને નવો આકાર આપવાનું ભગીરથ કાર્ય કર્યું છે.

 શનિવારતા. ૧૫.૧૦.૨૦૨૨ સવારે ૯.૩૦ કલાકે સમાજના જ્ઞાતિજનો, વડીલો,અગ્રણીઓ અને મહેમાનોની ઉપસ્થિતમાં વાસ્તુપૂજન અને નવચંડી કરી આ વાડી ખાતે ધાર્મિક પૂજાવિધિ સાથે આ સુંદર અવસરની શરૂઆત કરવામાં આવશે. જેમાં બપોરે ભોજન પ્રસાદ અને સાંજે ૫ વાગે શ્રીફળ હોમવામાં આવશે સાંજે પુનઃ જમણવાર સાથે રાત્રે લોકગીત અને ડાયરાનું પણ આયોજન કરવામાં આવેલ છે.

રવિવારે તા.૧૬.૧૦.૨૦૨૨ ના રોજ સવારે જલારામ બાપાની આરતી કરી, દીપ પ્રગટ્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે આ વાડીનું લોકાર્પણ કરવામાં આવશે. સ્થાનિક જ્ઞાતિજનો અને મહેમાનો માટે રવિવારે બપોરે પણ ભોજન પ્રસાદનું સુંદર આયોજન હાથ ધરવામાં આવેલ છે.

આ માટે લોહાણા સમાજના જ્ઞાતિજનોને રાજુલા લોહાણા મહાજન ટ્રસ્ટ અને જલારામ સેવા મંડળ રાજુલા દ્વારા નિમંત્રણ પાઠવામાં આવ્યું છે.

ઉપરોક્ત નવનિર્મિત લોહાણા મહાજન વાડીને માતૃશ્રી જીવીબેન ચત્રભુજભાઈ રાયચા અને માતૃશ્રી ઉર્મિલાબેન નાનુભાઈ મજીઠીયા શ્રી રાજુલા લોહાણા નવનિર્મિત મહાજન વાડી નામ આપવામાં આવ્યું છે.

મજીઠીયા પરિવાર હંમેશા લોહાણા સમાજના દરેક સારા પ્રસંગોમાં ખુલ્લા હાથે સખાવત આપતો પરિવાર રહ્યો છે, અગાઉ પણ અમદાવાદ ખાતે નવ નિર્મિત હા.ઘો.લો. મહાજન વાડી તેમણે આપેલા ખુબ જ મોટા દાનના લીધે આજે અમદાવાદ જેવા શહેરમાં શહેર મધ્યે એક આલીશાન મહાજન વાડી લોહાણા સમાજના જાજરમાન અતીતને વર્ણવી રહી છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *