રામધામના સમર્થનમાં નીકળેલી આર.કે.એમ.ની ટીમને લોહાણા મહાજનોનું મજબૂત સમર્થન
રામધામના સમર્થનમાં નીકળેલી આર.કે.એમ.ની ટીમને લોહાણા મહાજનોનું મજબૂત સમર્થન
ચોટીલા નજીક લોહાણા સમાજની શ્રદ્ધા અને આસ્થાના પ્રતિક સમા નિર્માણ પામી રહેલ રામધામ ખાતે આગામી દિવસોમાં યોજાનાર ધાર્મિક અવસરમાં સમગ્ર વિશ્વનો લોહાણા સમાજ સહભાગી થાય તેવા શુભઆશય સાથે રામધામના મુખ્ય ટ્રસ્ટી અને લોકપ્રિય ધારસભ્ય શ્રી જીતુભાઈ સોમાણીએ આર.કે.એમ. સાથે મળી સમગ્ર સમાજને આમંત્રણ પાઠવી રહ્યા છે.
ગઈકાલે રઘુવંશી ક્રાંતિ મંચની એક ટીમ મધ્ય ગુજરાતના મહેમદાવાદ, નડિયાદ, આણંદ, કપડવંજ, વડોદરા અને બોડેલી જેવા મહાજનોને રૂબરૂ મળી આમંત્રણ પાઠવ્યા હતા. જેમાં લગભગ દરેક મહાજનોમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ ઉપસ્થિત રહી આર.કે.એમ. અને રામધામના આયોજકોને ઉષ્માભર્યો આવકાર આપ્યો હતો અને આગામી સમયમાં તેઓ સાથે રહેશે તેવી ખાતરી આપી હતી.
પોતાના વ્યવસાયમાં અતિવ્યસ્ત હોવા છતાં આર.કે.એમ. ના રાષ્ટ્રીય પ્રમુખ ડો.ધર્મેશ ઠક્કર, મહામંત્રી શ્રી હેમંતભાઈ ઠક્કર (મુન્નાભાઈ), ઉપપ્રમુખ શ્રી આકાશ પુજારા (સી.એ.), શ્રી જગદીશ ઠક્કર જેવા મહાનુભાવો સતત બે દિવસથી મધ્ય ગુજરાતના મહાજનોને રૂબરૂ મળી આમંત્રણ પાઠવી રહ્યા છે. કોઈ પણ જાતના દાન કે ભેટ વિના સ્વખર્ચે ચાલી રહેલી આર.કે.એમ.ની પ્રવૃત્તિ અભિનંદનને પાત્ર છે, આગામી સમયમાં આ ટીમ રાજકીય ક્ષેત્રે પણ લોહાણા સમાજને લાભ કરાવશે તેવું હાલના સંજોગો જોતા લાગી રહ્યું છે.
Leave a Reply