રામધામના સમર્થનમાં રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા ન્યુ રાણીપ ખાતે સફળતમ કાર્યક્રમ સંપન્ન : ડો. ધર્મેશ ઠક્કર અને હેમંત ઠકકરની જોડીને સમાજનું મજબૂત સમર્થન
રામધામના સમર્થનમાં રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા ન્યુ રાણીપ ખાતે સફળતમ કાર્યક્રમ સંપન્ન : ડો. ધર્મેશ ઠક્કર અને હેમંત ઠકકરની જોડીને સમાજનું મજબૂત સમર્થન
લોહાણા સમાજની સૌથી યુવાન અને શક્તિશાળી સંસ્થા એટલે રઘુવંશી ક્રાંતિ મંચ, રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા તા.૮.૨.૨૦૨૪ ના ગુરુવારના રોજ અમદાવાદના નિર્ણય નગર ખાતે આગામી સમયમાં રામધામ ખાતે યોજાનાર ધાર્મિક અવસર માટે સમાજના જાગૃત કરવા અને સમાજના લોકોને આમંત્રિત કરવા માટે એક સુંદર અવસરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખુબ જ મોટી સંખ્યામાં લોહાણા સમાજના જ્ઞાતિજનો અને યુવાનો જોડાયા હતા.
આ અવસર વાંકાનેરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ લોહાણા સમાજના અગ્રણી આગેવાનો શ્રી અશોકભાઈ ગઢિયા, શ્રી મહેન્દ્રભાઈ સોમાણી, શ્રી હસુભાઈ મીરાણી, શ્રી યોગેશભાઈ તન્ના, શ્રી નીતિનભાઈ ઠક્કર, શ્રી ભરત માવાણી, શ્રી મહેન્દ્રભાઈ રાયચા તથા વાંકાનેરના અગ્રણી શ્રી વિનોદભાઇ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રઘુવંશી ક્રાંતિ મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. ધર્મેશ ઠક્કર તથા કેન્દ્રીય મહામંત્રી શ્રી હેમંતભાઈ ઠક્કર (મુન્નાભાઈ)એ કર્યું હતું.
સાંજે ભગવાન શ્રી રામની આરતી અને ધૂન કરી આ અવસરની શુભ શરુઆત કરવામાં આવી હતી જેમાં ખુબ જ મોટી સંખ્યામાં લોહાણા સમાજના જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ભાવેશ ઠક્કરે કર્યું હતું.
Leave a Reply