સદા સર્વદા કવિતાના ૮૫ માં પર્વમાં ભાવુક થયાં કવિ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ : ભાવકોએ આંખોથી છલકાતી ગઝલ માણી
સદા સર્વદા કવિતાના ૮૫ માં પર્વમાં ભાવુક થયાં કવિ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ : ભાવકોએ આંખોથી છલકાતી ગઝલ માણી
અમદાવાદના આશ્રમરોડ પર આવેલ ગુજરાતી સાહિત્ય પરિષદમાં આવેલ રા.વી.પાઠક સભાગૃહ ખાતે તા.૧ ઓક્ટોબરના રોજ સદા સર્વદા કવિતાનું ૮૫ મું પર્વ શાનદાર અને જાનદાર રીતે સંપન્ન થયું. તાજેતરમાં થયેલી જાહેરાત મુજબ ગુજરાતી કવિતા વિશ્વના નામાંકિત કવિ,ગઝલકાર શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ને નરસિંહ મહેતા એવોર્ડ-૨૦૨૩ એનાયત થનાર છે, જેમાં પ્રદાન કોમ્યુનીકેશન અને સદા સર્વદા પરિવાર તરફથી સદા સર્વદા કવિતાનું ૮૫ મું પર્વ કવિશ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ની ગઝલયાત્રા અને સર્જનયાત્રા વિષે રાખી કવિ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ને એક વિશિષ્ટ સન્માન આપવાનું નક્કી કર્યું હતું.
ગુજરાતી કવિતા વિશ્વનો ગઢ કહો, ગુજરાતી કવિતા વિશ્વની યુનિવર્સીટી કહો કે ગુજરાતીની ગઝલોના બેતાજ બાદશાહો પૈકી એક કહો તેવા ગઝલકાર રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ એક બહોળો ચાહક વર્ગ ધરાવે છે, દિવંગત કવિશ્રી ચિનુ મોદીએ શરુ કરેલી શનિસભામાં છેલ્લા ઘણા લાંબા સમયથી ‘મિસ્કીન’ સાહેબ ઉપસ્થિત રહી નવા નવા કવિ,ગઝલકારોને સતત માર્ગદર્શન આપી રહ્યા છે. સદા સર્વદા કવિતા તરફથી ૮૫ માં પર્વની જાહેરાત કરવામાં આવી ત્યારથી એ વાત નક્કી જ હતી કે મોટી સંખ્યામાં તેમના ચાહકો અને ભાવકો ઉપસ્થિત રહશે.
તા.૧ ઓક્ટોબરના રોજ પ્રદાન કોમ્યુનીકેશન અને સદા સર્વદા કવિતા દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટે કવિશ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ની સાહિત્ય યાત્રા વિષે ખુબ જ સુંદર રીતે વાત કરી હતી, ત્યારબાદ કવિશ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ દ્વારા પોતાની ગઝલયાત્રા વિષે વાત કરી હતી જેને ઉપસ્થિત શ્રોતાઓએ મનભરીને માણી હતી, આ યાત્રાની વાતો દરમ્યાન ક્યાંક ક્યાંક ‘મિસ્કીન’ ભાવુક થયા હતા તો ક્યાંક તેમની આંખોમાંથી લાગણી અને પ્રેમના આંસુ ગઝલ બનીને છલકાયા હતા.કવિશ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ની વાતોને વારંવાર શ્રોતાઓ દ્વારા તાળીઓના ગડગડાટ સાથે વધાવવામાં આવી હતી અને એક તબક્કે તમામ શ્રોતાઓએ કવિશ્રી રાજેશ વ્યાસને સ્ટેન્ડિંગ ઓવેશન આપી તેમને વધાવ્યા હતા અને બિરદાવ્યા હતા.
તોફાની તાંડવ પરિવાર તરફથી સુંદર આયોજન બદલ સદા સર્વદા કવિતાની સમગ્ર ટીમ અને કવિશ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ બંનેને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
Leave a Reply