સહિયારું અભિયાન દ્વારા ૯ એપ્રિલના રોજ ૧૫૯ મું નિ:શુલ્ક કીટ વિતરણ

સહિયારું અભિયાન દ્વારા ૯ એપ્રિલના રોજ ૧૫૯ મું નિ:શુલ્ક કીટ વિતરણ

Spread the love

સહિયારું અભિયાન દ્વારા ૯ એપ્રિલના રોજ ૧૫૯ મું નિ:શુલ્ક કીટ વિતરણ

 

અમદાવાદની નામાંકિત અને પ્રતિષ્ઠિત સામાજિક સંસ્થા સહિયારું અભિયાન દ્વારા છેલ્લા ઘણા લાંબા સમયથી જરૂરિયાતમંદ પરિવારોને કીટ વિતરણ કરવાની સુંદર કામગીરી કરવામાં આવે છે, જેમાં ચાલુ મહીને ૯ એપ્રિલ રવિવારના રોજ સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ દરમ્યાન કે.કે.ટી. ડીપો, શાહઆલમ ટોલનાકા, કાંકરિયા રોડ, અમદાવાદ ખાતે ૧૫૯ મુ કીટ વિતરણ કરવામાં આવશે. સહિયારું અભિયાન દ્વારા અંધ, અપંગ, વિધવા, વિધુર તેમજ આર્થિક રીતે કુદરતી આફતનો ભોગ બનેલા વ્યક્તિઓને મદદરૂપ બનવામાં આવે છે. અહી જ્ઞાતિ-જાતિના ભેદ ભાવ વિના માનવ માત્રને મદદરૂપ થવાનો આશય રહેલો છે.

એપ્રિલ માસ દરમ્યાન થનાર કીટના દાતા શ્રી ઘનશ્યામભાઈ અંબાલાલ ઠક્કર પરિવાર ટ્રસ્ટ રહેશે જયારે અન્ય દાતાઓ પણ એપ્રિલ માસ દરમ્યાન અન્ય સહાય કરનાર છે જેમાં અરવિંદભાઈ કેશવલાલ ઠક્કર, શ્રી યશોમતીબેન જે. જોગી, શ્રી બીનાબેન ભુપેન્દ્રભાઈ ઠક્કર, વિપુલભાઈ જે.ઠક્કર તથા જીતુભાઈ એમ.ઠક્કર રહેશે.

આ સુંદર મજાના અવસર સમયે જરૂરિયાતમંદ વ્યક્તિઓને ડો. રોનક ઠક્કર દ્વારા મેડીકલ ચેકઅપ કરી આપવામાં આવશે તેમજ તેમને જરૂરિયાત મુજબની દવાઓ આપવામાં આવશે.

સહિયારું અભિયાન અંગે વધુ માહિતી www.sahiyaruabhiyan.com પરથી પણ મળી શકે છે.

આ સિવાય બીમાર દર્દી માટે ઓક્સીજનની બોટલ તેમજ આકસ્મિક સંજોગ વખતે મૃત વ્યક્તિ માટે જરૂર પડતું વાતાનુકુલિત કોફીફ વિના મુલ્યે જરૂરિયાતમંદ પરિવારને આપવામાં આવે છે.

ઉપરોક્ત માહિતી કે.કે.ચા પરિવારના શ્રી કાર્તિક ઠક્કર તરફથી આપવામાં આવેલ છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *