લાભપાંચમના શુભ દિવસે શબ્દશ્રી આયોજિત ‘લાગણીની લાભપંચમ’ કાર્યક્રમનું આયોજન

લાભપાંચમના શુભ દિવસે શબ્દશ્રી આયોજિત ‘લાગણીની લાભપંચમ’ કાર્યક્રમનું આયોજન

Spread the love

લાભપાંચમના શુભ દિવસે શબ્દશ્રી આયોજિત ‘લાગણીની લાભપંચમ’ કાર્યક્રમનું આયોજન

શબ્દશ્રી આયોજિત તા. ૧૮-૧૧-૨૦૨૩ શનિવાર સાંજે ૬.૦૦ કલાકે
ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ ખાતે ‘લાગણીની લાભપંચમ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સાહિત્ય, સંગીત અને નાટ્યત્રિવેણીની પ્રસ્તુતિ થશે. શહેરના માનવંતા કલારસિકોને આ અવસરમાં પધારવા સાદર નિમંત્રણ છે. નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત જાણીતા લેખિકા જ્યોતિ ભટ્ટ લિખિત ‘કોફીનો એક કપ’ તથા ‘પરાકાષ્ઠા’ વાર્તાસંગ્રહ અને અર્ચના ભટ્ટ ‘ગુરુદક્ષિણા’ તથા ‘મનોમંથન’ પ્રેરણાત્મક વાર્તાસંગ્રહનું વિમોચન કરવામાં આવશે.

ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ અને સુપ્રસિદ્ધ સાહિત્યકાર માધવ રામાનુજ વક્તવ્ય આપશે. જાણીતા કવયિત્રી રક્ષા શુક્લ અને ડૉ. કૃતિ મેઘનાથી ગાન રજૂ કરશે. વિખ્યાત કલાકાર નિસર્ગ ત્રિવેદી અને મૈત્રેયી મહેતા વાચિકમ રજૂ કરશે. કાર્યક્રમનું સંચાલન સુખ્યાત શાયર હરદ્વાર ગોસ્વામી કરશે. ભાવકો માટે પ્રવેશ નિ:શુલ્ક રહેશે. વધુ વિગત માટે ૯૮૭૯૨૪૮૪૮૪ પર સંપર્ક કરી શકો છો.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *