અમદાવાદ શહેરમાં ઉજવાયો ‘શબ્દ ઉત્સવ’ યુટ્યુબ ચેનલનો પહેલો જન્મદિવસ
અમદાવાદ શહેરમાં ઉજવાયો ‘શબ્દ ઉત્સવ’ યુટ્યુબ ચેનલનો પહેલો જન્મદિવસ
૨૫ ડિસેમ્બર ૨૦૨૨ના દિવસે અમદાવાદ શહેરમાં ગુજરાતી સાહિત્ય પરિષદના રા. વિ. પાઠક હોલમાં ગુજરાતી સાહિત્યમાં ૧ વર્ષથી કામ કરી રહેલી શબ્દ ઉત્સવ નામની યુટ્યુબ ચેનલનો પહેલો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો.
સતત બદલાઈ રહેલ જમાના સાથે ગુજરાતી સાહિત્યને પ્રસ્તુત કરવાનું માધ્યમ પણ સતત બદલાઈ રહ્યું છે ત્યારે યુટ્યુબના માધ્યમથી ગુજરાતી સાહિત્યની સેવામાં લાગેલા નવોદિત સાહિત્યરસિકો નીતિન ભટ્ટ, નિમિષ દેસાઈ, જય ગોહિલ, ઉમેશ પટેલ, શાશ્વત દીક્ષિત અને ડો. સંકેત મહેતાએ એક વર્ષ પહેલા ગુજરાતી સાહિત્યને ઓડિયો વિઝયુલ ફોર્મેટમાં પ્રસ્તુત કરવાનું બીડું ઝડપ્યું હતું અને શબ્દ ઉત્સવ નામની યુટ્યુબ ચેનલ શરૂ થઇ હતી. ૨૫ ડિસેમ્બરે તેને એક વર્ષ પૂરું થયું તે પ્રસંગે શબ્દ ઉત્સવ ૧.o કાર્યક્રમનું આયોજન શહેરમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નામી ગઝલકારો હરદ્વાર ગોસ્વામી, પ્રતાપ સિંહ ડાભી ‘હાકલ’ , જીગર ઠક્કર ‘ ગઝલનાથ’, નામી નાટ્યકાર દિપક અંતાણી, લેખક જીગ્નેશ અધ્વર્યુ, સુર્યજીત પબ્લિકેશન્સના શ્રી મુદ્રેશ પુરોહિત, ગુજરાત મેઈલ ડેઈલીના એડીટર શ્રી અતુલ મહેતા હાજર રહ્યા હતા. આ દરમ્યાન નિમિષ દેસાઈની ઉર્મિકાવ્યોના સંગ્રહ “ચરમની ઝાંયે, પરમના ખોળે”નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું અને આખો પ્રસંગ કવિ સંમેલનનો સાક્ષી પણ બન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું શબ્દ ઉત્સવની યુટયુબ ચેનલ પર વેબકાસ્ટીંગ થયું હતું. કાર્યક્રમનું રેકોર્ડિંગ શબ્દ ઉત્સવની યુટયુબ ચેનલ પર દર્શકો નિહાળી શકે તેવા શુભ આશયથી મુકવામાં આવેલ છે.
Leave a Reply