શબ્દ ઉત્સવ યુટ્યુબ ચેનલ દ્વારા પ્રથમ વર્ષગાંઠની સાહિત્યિક ઉજવણી રવિવારે : નવોદિત કવિઓમાં ઉત્સાહ

શબ્દ ઉત્સવ યુટ્યુબ ચેનલ દ્વારા પ્રથમ વર્ષગાંઠની સાહિત્યિક ઉજવણી રવિવારે : નવોદિત કવિઓમાં ઉત્સાહ

Spread the love

શબ્દ ઉત્સવ યુટ્યુબ ચેનલ દ્વારા પ્રથમ વર્ષગાંઠની સાહિત્યિક ઉજવણી રવિવારે

ગુજરાતી કવિતા વિશ્વમાં પા પા પગલી ભરી રહેલા પાંચ નવોદિત રચનાકારો દ્વારા શરૂ કરાયેલ ગુજરાતી યુટયુબ ચેનલ ‘શબ્દ ઉત્સવ’ના પ્રથમ જન્મદિનને ઉજવવા માટે ‘શબ્દ ઉત્સવ@૧’  નામના એક સુંદર કાર્યક્રમનું આયોજન તા.૨૫/૧૨/૨૦૨૨ ને રવિવાર ના રોજ સાંજે ૪.૦૦ થી ૭.૦૦ દરમ્યાન ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે આવેલ રા.વી.પાઠક સભાગૃહ,  આશ્રમ રોડ ખાતે કરવામાં આવેલ છે. ગુજરાતી કવિતા જગતના ખ્યાતનામ કવિ શ્રી પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’, કવિ શ્રી જીગર ઠકકર ‘ ગઝલનાથ’,પી.આઈ.બી. ના ભૂ.પૂ. જોઈન્ટ ડાયરેક્ટર શ્રીમતી સરીતા દલાલ, સુર્યજીત પબ્લિકેશન્સના શ્રી મુદ્રેશ પુરોહિત, ગુજરાત મેઈલ ડેઈલીના એડીટર શ્રી અતુલ મહેતા, નાટયકાર અને એકટર શ્રી દિપક અંતાણી અને અન્ય અતિથિ વિશેષની હાજરીમાં શબ્દ ઉત્સવ ટીમના શ્રી નિમિષ દેસાઈ ના ઉર્મિકાવ્યોના સંગ્રહ “ચરમની ઝાંયે, પરમના ખોળે” નું વિમોચન પણ થશે.

આ કાર્યક્રમમાં આમંત્રિત કવિઓની નિશ્રામાં શબ્દ ઉત્સવ ટીમના નવા નવા કલમકારો તેમની રચનાઓનું પઠન કરશે અને સાથે અવસરમાં ઉપસ્થિત રહેનાર ગુજરાતી ભાષાના નામાંકિત આમંત્રિત કવિશ્રીઓ પણ એમની રચનાઓ પ્રસ્તુત કરશે.

ગુજરાતી કવિતાના સાધકો અને ભાવકોને શબ્દ ઉત્સવ પરિવાર તરફથી આ અવસરમાં ઉપસ્થિત થવા હરખભેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

સ્વખર્ચે કવિતાનો વ્યાપ વધે, નવા નવા કવિઓ માટે અનેક નવી દિશાઓના દ્વારા ખુલે તે માટે સતત પ્રયત્નશીલ રહેનાર શબ્દ ઉત્સવ પરિવારના સભ્ય શ્રી નીતિનભાઈ ભટ્ટની આ સુંદર સાહિત્યિક કામગીરીને આ અવસરે તોફાની તાંડવ પરિવાર આવકારે છે અને બિરદાવે છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *