ગાંધીનગરમાં નિજાનંદ ફાર્મ, ગિફ્ટ સિટીમાં શિક્ષાપત્રી ફાઉન્ડેશન દ્વારા ગરબાનું વિશાળ આયોજન

ગાંધીનગરમાં નિજાનંદ ફાર્મ, ગિફ્ટ સિટીમાં શિક્ષાપત્રી ફાઉન્ડેશન દ્વારા ગરબાનું વિશાળ આયોજન

Spread the love

ગાંધીનગરમાં નિજાનંદ ફાર્મ, ગિફ્ટ સિટીમાં શિક્ષાપત્રી ફાઉન્ડેશન દ્વારા ગરબાનું વિશાળ આયોજન

ગાંધીનગર ખાતે આવેલા શિક્ષાપત્રી ફાઉન્ડેશનને તેની , સેવાકીય કામગીરી કોરોના (સેકન્ડ વેવ) ૧૪ એપ્રિલ ૨૦૨૧ થી ટિફિન સેવાથી શરૂ કરી છે, તે સમયે સમગ ગાંધીનગર માં ઘરે ઘરે જઈને કોરોના પોઝિટિવ દર્દીઓને ટિફિન સેવા પહોંચાડાઇ હતી તથા ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સ્ટાફ દર્દીઓ, ૧૦૮ સ્ટાફ કે પોલીસ હોય તે તમામને આ સેવા પહોંચાડાઈ હતી .હાલમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દરરોજ ૫૦૦-૬૦૦ દર્દીઓને સાંજે નિ:શુલ્ક ખીચડી વિતરણ  કરવામાં આવે છે. કોરોના સમયે ૫૧ હજારથી વધુ ટિફિન ની નિ:શુલ્ક વ્યવસ્થા કરી છે, અત્યાર સુધી બે લાખથી વધુ લોકોને વેજિટેબલ પાંચ ધાનની ખીચડી આપી જઠરાગ્નિને ઠારી છે, જે  સેવા કાર્ય હાલમાં ચાલુ છે,નવરાત્રીના આયોજન સાથે આ સેવા કામગીરીનો વેગ આપવાનો ઉદ્દેશ છે, શિક્ષાપત્રી ફાઉન્ડેશન અને જોકર્સ આઈ ઇવેન્ટ સંયુક્ત પણે ગાંધીનગરમાં સેવા કાર્ય વિસ્તારના ભાગરૂપે નવરાત્રીના વિશાળ ગરબાનું આયોજન નિજાનંદ ફાર્મ, ગિફ્ટ સિટી ખાતે કર્યું છે. તારીખ ૧૫ ઓક્ટોબરથી ૨૩ ઓક્ટોબર દરમિયાન પાટનગર ગાંધીનગરમાં “અંડર ધ મુન લાઈટ ગરબા ૨૦૨૩ “નામથી શક્તિનું પર્વ નવરાત્રી ઉજવાશે. દરમિયાન મળેલા નાણાં સેવા કાર્યોને વેગ આપવામાં વાપરવામાં આવશે. ગિફ્ટ સિટી નજીક ગરબાના વિશાળ અને સમગ્ર આયોજનમાં શિક્ષાપત્રી ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી નિમેષ ચૌધરી , વિષ્ણુ ચૌધરી , હિતેશ ચૌધરી અને  જોકર્સ આઈ ઇવેન્ટ્સ ના રવિ ચતવાણી સંકળાયેલા છે. નિજાનંદ ફાર્મ, ગિફ્ટ સિટી ના ગરબાના વિશાળ આયોજનમાં કુલ ૭.૫૦ લાખ સ્ક્વેર ફૂટ ગ્રાઉન્ડ એરિયા અને ૩.૫ લાખ સ્ક્વેર ફૂટ પાર્કિંગ એરિયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શિક્ષાપત્રી ફાઉન્ડેશન દ્વારા દિવાળી નિમિત્તે મીઠાઈ વિતરણ કરવામાં આવે છે કોરોના કાળ દરમ્યાન સંસ્થાએ કરેલા સેવા કાર્યને જાણીતી સંસ્થા બીએપીએસના સત્સંગમાં સેવા કાર્ય ટિફિનસેવાની ખાસ નોંધ લેવામાં આવી હતી .જે સંસ્થા માટે ગૌરવની અને સેવા કાર્યને આગળ ધપાવાના બળ સમાન ઘટના છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *