પ્રવીણ કોટકના પાપે ફરી એકવાર લોહાણા સમાજ શર્મસાર : ચેરીટી અપીલમાં ફરી ભૂંડી હાર
લોહાણા મહાપરીષદના પૂર્વ પ્રમુખ પ્રવીણ કોટકના કારણે ફરી એકવાર લોહાણા સમાજને શર્મસાર થવું પડ્યું છે. લોહાણા મહાપરીષદના સંલગ્ન ટ્રસ્ટ રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી પ્રવીણ કોટકે પોતાના પ્રમુખ કાળ દરમ્યાન અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલ ભાગવદ વિદ્યાપીઠ સાથે એક કરાર કર્યો હતો, જે મુજબ ત્રીસ વર્ષ સુધી સોલા ભાગવતમાં આવેલ એક જૂની ઈમારત લોહાણા સમાજે મરમ્મત કરાવી વાપરવાની હતી અને ઉપરોક્ત કરાર દર ત્રણ વર્ષે રીન્યુ કરવાનો હતો.
સમગ્ર લોહાણા સમાજની આંખમાં કોઈ અગમ્ય કારણસર પ્રવીણ કોટકે ધૂળ નાખી સોલા ભાગવત સાથે મજબૂત કરાર કરવાને બદલે ફક્ત ત્રણસો રૂપિયાના સાદા સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરી સમાજ ને કહી દીધું હતું કે કરાર થઇ ગયો છે, જે મુર્ખામી ની કિંમત આજે લોહાણા સમાજને કરોડા રૂપિયામાં પડી રહી છે.
સોલા ભાગવત ટ્રસ્ટના અધિકૃત વ્યક્તિ પાસેથી તાજેતરમાં મળેલી માહિતી મુજબ સોલા ભાગવત ટ્રસ્ટમાં ટ્રસ્ટી બનવા માટે લોહાણા સમાજના પ્રવીણ કોટક, સતીષ વિઠ્ઠલાણી અને અન્ય સમાજના વ્યક્તિ દ્વારા ફેરફાર રીપોર્ટ રજુ કરવામાં આવેલ હતો, જેની સામે અનેક વાંધા અરજીઓ આવતા આજથી એકાદ વર્ષ અગાઉ અમદાવાદ ચેરીટી કમિશ્નર દ્વારા ઉપરોક્ત ફેરફાર રીપોર્ટને નામંજૂર કરી દેતા પ્રવીણ કોટક અને સતીસ વિઠ્ઠલાણી સહીત કોઈ વ્યક્તિ ટ્રસ્ટી બની શક્યા નહોતા. ત્યારબાદ ચેરીટી કમિશનરના ઉપરોક્ત નિર્ણય સામે પ્રવીણ કોટક અને તેમના સાથીઓ દ્વારા ઉપરોક્ત નિર્ણય સામે અપીલ દાખલ કરવામાં આવી હતી જેમાં થોડા દિવસ અગાઉ અપીલ પણ ખુબ જ શર્મસાર રીતે નામંજૂર કરવામાં આવી છે.
પ્રવીણ કોટકની ભૂલ કહો કે મુર્ખામી કહો પરંતુ તેની અતિશય મોટી કિંમત લોહાણા સમાજ અને લોહાણા સમાજના નામાંકિત ટ્રસ્ટ ખીમજી ભગવાનને ભોગવવી પડી રહી છે.
તાજેતરમાં નામંજૂર થયેલ અપીલને ધ્યાનથી વાંચવામાં આવે તો લગભગ સો પાનાના ઓર્ડરમાં આઠ કરતા વધુ જગ્યાએ ‘સમ પીપલ ઓફ લોહાણા કોમ્યુનીટી’ એવું લખેલું છે, એનો અર્થ ભુલ પ્રવીણ કોટક કરે અને અને તેની સજા આખો સમાજ ભોગવે. કાયદાની નજરમાં એવું જ લાગે જાણે આખો સમાજ સાથે મળી સોલા ભાગવતની મિલકત હડપી લેવાનો હોય.
પ્રવીણ કોટક એક ખુબ મોટા ગજાના બિલ્ડર છે અનેક રાજકીય દિગ્ગજો સાથે તેમની ભાગીદારી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, ત્યારે તેમણે સમાજને તેમના કારણે થયેલ જે પણ ચાર પાંચ કરોડનું નુકશાન હોય તે રકમ તેમણે સમાજને આપી એક નવો દાખલો બેસાડવો જોઈએ.
પ્રવીણ કોટકે આ નાણા એ કારણસર પણ સમાજને પરત કરવા જોઈએ કારણ કે તેમણે બિલ્ડીંગ મરમ્મત માટે જે ખર્ચ કર્યો છે તે કોઈ પણ જાતના ટેન્ડર વગર પોતાના સાળાને કામ આપી દીધેલ હતું, એટલે સમાજના પૈસા આખરે તો પોતાના સગા વ્હાલાઓને જ આપેલા છે હવે તે પરત કરવા તે પણ એક પ્રવીણ કોટકની એક નૈતિક ફરજ બની જાય છે.
Leave a Reply