વિવેકાનંદનગર ખાતે શ્રી સૂર્યવીર હનુમાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતીકાલથી શરુ : ત્રણ દિવસ ચાલશે ઉત્સવ
અમદાવાદના હાથીજણ નજીક આવેલ વિવેકાનંદનગર ખાતે આવતીકાલ તા.૪,૫ અને ૬ ડીસેમ્બરના રોજ જય અંબે યુવક મંડળ દ્વારા સૂર્યવીર હનુમાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. આ મહોત્સવ માટે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતેથી જ્યોત લાવવામાં આવશે. રાજુભાઈ વ્યાસ આ કાર્યક્રમના મુખ્ય આચાર્ય તરીકે પૂજા વિધિની જવાબદારી સંભાળશે.
આ સુંદર અને અનોખા અવસર માટે જગન્નાથજી મંદિર અમદાવાદના ગાદીપતિ શ્રી દિલીપદાસ મહારાજ, હાથીજણ સ્વામીનારાયણ મંદિરના શ્રી શ્રીજી સ્વામી, શ્રી રામ સ્વામી, કઠવાડા હનુમાન મંદિરના મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી રોકડીયા બાપુ, નરોડા પંચમુખી ધામથી શ્રી અખિલેશ્વર દાસજી મહારાજ, હાથીજણ લાલગેબી આશ્રમથી શ્રી મહાદેવ બાપુ, શ્રી ભરત બાપુ સહીત ભુમાપુરા હનુમાન મંદિરથી ભગતબાપુ આશીર્વાદ આપવા ઉપસ્થિત રહેશે તેમ સંસ્થાના જવાબદાર વ્યક્તિઓ દ્વારા જણાવાવમાં આવ્યું છે.
આ અવસરમાં મુખ્ય મહેમાન તરીકે વટવાના ધારાસભ્ય શ્રી પ્રદીપસિંહ જાડેજા, દસક્રોઈના ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ તથા ગુજરાત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા ઉપસ્થિત રહેશે.
અતિથી વિશેષ તરીકે રામોલ હાથીજણ વોર્ડના ચારેય કોર્પોરેટરશ્રીઓ શ્રી મૌલિક પટેલ, શ્રી સિદ્ધાર્થ પરમાર, શ્રીમતી ચંદ્રિકાબેન પંચાલ તથા શ્રીમતી સુનીતાબેન ચૌહાણ ઉપસ્થિત રહેશે.
આ મહામુલા અવસરમાં પધારવા માટે સંસ્થા વતી રવિ પટેલ, વિમલ ભટ્ટ, આશિષ પ્રજાપતિ, અલ્પેશ યાદવ અને પાર્થ મહેતા દ્વારા તમામ ભાવકોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ અવસર તા. ૪-૫-૬ ડીસેમ્બરના રોજ વિવેકાનંદ નગર, હાથીજણ ખાતે યોજાશે
Leave a Reply