સાંતેજમાં બેખોફ બનેલો મેડીસીન માફિયા કોના જોર પર કુદે છે…? : લોકોની જિંદગી સાથે રમત ક્યાં સુધી…?

સાંતેજમાં બેખોફ બનેલો મેડીસીન માફિયા કોના જોર પર કુદે છે…? : લોકોની જિંદગી સાથે રમત ક્યાં સુધી…?

Spread the love

સાંતેજમાં બેખોફ બનેલો મેડીસીન માફિયા કોના જોર પર કુદે છે…? : લોકોની જિંદગી સાથે રમત ક્યાં સુધી…?

ગુજરાતની ભાજપ સરકાર આજકાલ દરેક મોરચે સાવ અને સદંતર નિષ્ફળ નીવડી રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે, સરકારી બાબુઓને લાંચ આપી લોકો ખુલ્લેઆમ મનફાવે તેવો સાચી ખોટી વસ્તુઓનો વેપાર કરી રહ્યા છે.
આવો જ એક કિસ્સો અમદાવાદ નજીક આવેલા સાંતેજ જી.આઈ.ડી.સી.વિસ્તારમાં માં સરકારી ધારાધોરણ અને નીતિનિયમ વિરુદ્ધ કફ સીરપ બનાવવાની ફેક્ટરી ધરાવનાર વી.કે.અગ્રવાલનો સામે આવ્યો છે. આધારભૂત સુત્રો એ આપેલ માહિતી અને મળેલો કેટલાક પુરાવા અનુસાર આ ફેક્ટરી સરકારી નિયમ મુજબ એક મિનીટ માટે પણ ચલાવી શકાય તેમ નથી, અહીંથી ઉત્પાદિત થઇ બજારમાં પ્રવેશતી કફ સીરપ જીવલેણ સાબિત થાય તેવી હોવા છતાં ડ્રગ્સ અધિકારી ચુડાસમાની નિયમિત રીતે મળતા લાખો રૂપિયાના હપ્તાના કારણે આ ફેક્ટરીને ઉની આંચ સુદ્ધા આવી નથી.
આ અંગે તોફાની તાંડવ દ્વારા વારંવાર કંપનીના માલિક વી.કે.અગ્રવાલને ફોન કરી સત્ય જાણવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કાયદાની ઐસીતૈસી કરનાર, બેખોફ બનેલો ફેક્ટરી માલિક ફોન ઉપાડી રહ્યો નથી ત્યારે હવે આ અંગે તોફાની તાંડવ દ્વારા ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તમામ પુરાવા સાથે ફરિયાદ કરી નિર્દોષ નાગરિકોના જીવન સાથે ચેડા કરનાર વ્યક્તિ સામે તાત્કાલિક પગલા ભરાય અને આવા ખોટા અને ગેરકાયદેસર એકમ બંધ થાય તે માટે દાદ માંગવામાં આવી રહી છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *