નબળી કામગીરી અને ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો છતાં વટવાથી ચૂંટણી લડવા પ્રદીપસિંહ મક્કમ

નબળી કામગીરી અને ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો છતાં વટવાથી ચૂંટણી લડવા પ્રદીપસિંહ મક્કમ

Spread the love

ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરવાજે આવીને ઉભી છે ત્યારે દરેક રાજકીય પક્ષના આગેવાનો પોતાને ટીકીટ મળે તે માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, જે ક્યારેય પોતાના મતવિસ્તારમાં દેખાયા ના હોય તેવા નેતાઓ પણ હવે ગરીબ અને મધ્યમવર્ગની સોસાયટીઓમાં આંટાફેરા મારી રહ્યા છે. આવો જ કઈક માહોલ અત્યારે વટવા વિધાનસભા વિસ્તારમાં જોવા મળી રહ્યો છે.

ગુજરાત સરકારમાં એક સમયે નંબર ટુ નું સ્થાન ધરાવતા ગુજરાતના પૂર્વગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા બે ટર્મથી અહીંથી ચૂંટણી જીતતા આવે છે. ચૂંટણી જીત્યા બાદ સત્ત્તાના સિંહાસન પર બેસી શાસન કરવા દરમ્યાન પ્રદીપસિંહ જાડેજા ઉપર ભ્રષ્ટાચારના અનેક આરોપ લાગ્યા હતા ઘણા આરોપ હજુ લાગેલા છે, જમીન કૌભાંડમાં સીટ તપાસમાં તેઓ ક્લીનચીટ સાથે બહાર આવી ગયા છે. પરંતુ સીટની તપાસ કરનાર અધિકારીઓએ ડર અને ભય સાથે કલીનચીટ આપી છે તેવું ભારતીય જનતા પક્ષના જ કેટલાક નેતાઓ ખુલ્લેઆમ કહી રહ્યા છે ત્યારે એક વાત નક્કી છે કે સરકારે કદાચ પોતાની પ્રતિષ્ઠા બચાવવા પ્રદીપસિંહને કલીનચીટ આપી હોય પરંતુ અંદરખાને ઘણા નેતાઓ તેમનાથી નારાજ હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ સિવાય વટવા વિસ્તારના સામાન્ય નાગરિકો પણ પ્રદીપસિંહ જાડેજાની કામગીરીથી ઘણા નારાજ હોવાનું જાણવા મળી રહ્યું છે, ધારાસભ્ય તરીકે તેમની કામગીરીની સાવ નબળી ગણાવી રહ્યા છે વટવા વિસ્તારના મતદારો. પ્રદીપસિંહ જાડેજા જયારે સત્તાના સિંહાસન ઉપર બિરાજમાન હતા ત્યારે તેમણે પોતાના કેટલાક અંગત વિશ્વાસુ વ્યક્તિઓને આ વિસ્તારમાં વહીવટદાર તરીકે કામગીરી સોંપી દીધી હોવાનું ખુદ ભાજપના કાર્યકરો જણાવી રહ્યા છે અને એજ વહીવટદારોએ બેફામ બની અનેક જમીનો ઉપર આજે પણ દબાણ કરી કબજો કરી રાખ્યો હોવાનું સ્થાનિક સુત્રો જણાવી રહ્યા છે.

છેલ્લા ઘણા સમયથી પ્રદીપસિંહ જાડેજાને એ વાતની ગંધ આવી ગઈ છે કે કદાચ આ વખતે પક્ષ તેમને ટીકીટ નહી આપે અને તેની સામે તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી વિસ્તારમાં થતી રોજની નાનામાં નાની માહિતી શેર કરવાનું શરુ કરેલ છે, મળી રહેલી માહિતી મુજબ વટવા વિસ્તારમાં સ્થાનિક કાર્યકરોને પણ નિયમિત મળવાનું શરુ કરી દીધું છે,

નવાઈની વાત એ છે પ્રદીપસિંહ વાઘેલા જેમને અવારનવાર મળે છે તે કાર્યકરોને પણ આ વખતે પ્રદીપસિંહ જાડેજાને ટીકીટ મળશે તે વાત પર વિશ્વાસ નથી. પ્રદીપસિંહ જાડેજાની સાથે બેસી મોટા બનેલા રમેશ કાંટાવાળા, મહેશ કુશવાહ અને અતુલ પટેલ પણ વટવા વિધાનસભા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે.

જોવાનું એ રહે છે કે ભારતીય જનતા પક્ષ વટવા વિધાનસભામાં કોઈ નવા ઉમેદવારને મેદાનમાં ઉતારે છે કે પછી પ્રદીપસિંહ જાડેજાને રીપીટ કરવાનું જોખમ ઉઠાવે છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *