વેરાવળની સેશન્સ કોર્ટે સાંસદ રાજેશ ચુડાસમાના પિતા નારણભાઈ ચુડાસમાના આગોતરા જામીન નામંજૂર કર્યા

વેરાવળની સેશન્સ કોર્ટે સાંસદ રાજેશ ચુડાસમાના પિતા નારણભાઈ ચુડાસમાના આગોતરા જામીન નામંજૂર કર્યા

Spread the love

                                                  ડોક્ટર અતુલ ચગ આપઘાત પ્રકરણ

વેરાવળની સેશન્સ કોર્ટે સાંસદ રાજેશ ચુડાસમાના પિતા નારણભાઈ ચુડાસમાના આગોતરા જામીન નામંજૂર કર્યા

 

ડોક્ટર અતુલ ચગ આપઘાત પ્રકરણમાં પોલીસે ફરિયાદ નોંધાયાના ૧૫ દિવસ બાદ આરોપી નારણભાઈ ચુડાસમાએ ગીર સોમનાથ જિલ્લાના પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં અરજી કરેલ હતી જે ના મંજૂર કરવામાં આવેલ છે.

 નારણભાઈ ચુડાસમા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરેલ હતી જેમાં સરકારી વકીલ સ્પેશિયલ પીપી મોહનભાઈ ગોહેલ તેમજ ફરીયાદી પક્ષના વકીલ ચિરાગભાઈ કક્કડ પોતાનો પક્ષ રજૂ કરેલ આવા ગંભીર અપરાઘમાં જામીન આપવાથી નુકસાન થાય છે ભવિષ્યમાં પુરાવા નાશ કરવાની સંભાવના રહે છે તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજૂ કરેલા હતા.306 ના ગુનામાં સાંસદ રાજેશ ચુડાસમા અને તેના પિતા નારણભાઈ સામે ફરિયાદ નોંધાયેલ છે જેમાં ૨૯.૦૫.૨૦૨૩ ના રોજ ફક્ત નારણભાઈ ચુડાસમા ના આગોતરા રજૂ કરેલ  ગઈકાલે તારીખ ૧.૦૬.૨૦૨૩ ના રોજ સુનાવણી હતી જેમાં આજરોજ તારીખ ૨.૦૬.૨૦૨૩ ના રોજ ચુકાદો આવતા આગોતરા જામીન નામંજૂર થતા ભારે ખળભળાટ મચેલ છે

આરોપી તરફથી વકીલ દિપેન્દ્ર યાદવએ કોર્ટને જણાવેલ હતું કે પોલીસ તરફથી ધરપકડ ન કરવાના હોય તો આ અરજી પરત ખેંચી લઈએ અને ભવિષ્યમાં જો ધરપકડ કરવાની જરૂર જણાય તો અમોને ત્રણ દિવસ એડવાન્સ નોટિસ આપો તો અમે આ અરજી ફરીવાર કરી‌ શકીએ ત્યારે સરકારી વકીલ મોહનભાઈ ગોહેલએ પોલીસ પક્ષે સ્પષ્ટ જણાવેલ હતું કે અમે ધરપકડ કરીશું. ઉપરોક્ત તમામ દલીલો સાંભળ્યા બાદ નામદાર સેશન કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *