સ્વર્ગસ્થ દલપતરામ ભાયચંદજી ઠક્કરની પ્રથમ માસિક પૂણ્યતિથી નિમિત્તે નિ:શુલ્ક આરોગ્ય ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું

સ્વર્ગસ્થ દલપતરામ ભાયચંદજી ઠક્કરની પ્રથમ માસિક પૂણ્યતિથી નિમિત્તે નિ:શુલ્ક આરોગ્ય ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું

Spread the love

સ્વર્ગસ્થ દલપતરામ ભાયચંદજી ઠક્કરની પ્રથમ માસિક પૂણ્યતિથી નિમિત્તે નિ:શુલ્ક આરોગ્ય ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું
વિલાજ પાર્ટી પ્લોટ ખાતે અમદાવાદના ખ્યાતનામ તબીબો દ્વારા ૨૭૦ દર્દીઓને તપાસવામાં આવ્યા

પાટણ લોહાણા સમાજના સેવાભાવી અગ્રણી અને દેહદાનના દાતા સ્વર્ગસ્થ દલપતરામ ભાયચંદજી ઠક્કર ની તારીખ ૩૦ એપ્રિલના રોજ પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે તેઓના પરિવારજનો અને  વિલાજ ગ્રુપ દ્વારા ત્રિશા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અમદાવાદના તબીબોના સહયોગથી શહેરના ટેલીફોન એક્સચેન્જ રોડ પર આવેલ વિલાજ પાર્ટી પ્લોટ ખાતે ઘૂંટણ થાપા સહિતના રોગો માટે નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો અનેક લોકોએ લાભ લીધો હતો.


પાટણના વિલાજ પાર્ટી પ્લોટ ખાતે અમદાવાદના જાણીતા ડોક્ટર અલ્પેશ એમ. પટેલ એમ. એસ. ઓર્થો જેવો ને ૨૦ વર્ષનો બહોળો અનુભવ છે તેઓ અને તેમની ટીમ દ્વારા હાડકા,ઘૂંટણ અને આંખના દર્દીઓની સાથે સાથે અન્ય રોગો ના દર્દીઓનું નિશુલ્ક નિદાન કરવામાં આવ્યું.

સ્વર્ગસ્થ દલપતરામ ભાઇચંદજી ઠક્કર પરિવારના જગદીશભાઈ ઠક્કર, લાલેશભાઈ ઠક્કર અને વિપુલભાઈ ઠક્કર દ્વારા દરેક દર્દીઓને એક્સરે અને જરૂરી સારવાર મળે તેવી વ્યવસ્થા કરાઈ હતી. આ કેમ્પમાં રાજુભાઈ ઠક્કર રમેશચંદ્ર ઠક્કર, બીટ્ટુ વગેરેએ પણ સેવા આપી હતી.

આ નિ:શુલ્ક કેમ્પ સવારે ૯ થી બપોરના ૧૨ કલાક સુધી વિલાજ પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવેલ હતો.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *