યુ.પી.ના યોગીરાજમાં ગુજરાતી પાયલોટ દીકરીના મોતની મજાક કેમ..? ગુનેગારો સામે પગલા કયારે ભરાશે…?

યુ.પી.ના યોગીરાજમાં ગુજરાતી પાયલોટ દીકરીના મોતની મજાક કેમ..? ગુનેગારો સામે પગલા કયારે ભરાશે…?

Spread the love

યુ.પી.ના યોગીરાજમાં ગુજરાતી પાયલોટ દીકરીના મોતની મજાક કેમ..? ગુનેગારો સામે પગલા કયારે ભરાશે…?

પાયલોટ વૃષંકાની ફાઈલ તસ્વીર

કચ્છ જીલ્લાના માહેશ્વરી સમાજની હોનહાર દીકરી વૃષંકાએ પાયલોટ બનવા માટે ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે આવેલ પાયલોટ ટ્રેનીંગ શાળામાં એડમીશન લીધું હતું અને સો કલાક સફળતામ વિમાન ઉદયનનો અનુભવ લીધો હતો, ત્યારબાદ સંસ્થા તરફથી તેને અધિકૃત રીતે વિમાન ચલાવવા માટેનું પાયલોટ તરીકેનું લાયસન્સ આપવામાં આવ્યું હતું.

થોડા સમય અગાઉ રોજ સંસ્થાના નીતિ નિયમ અને મળેલા આદેશ મુજબ પાયલોટ વૃષંકા સાથી પાયલોટ મોહિત સાથે ઉદયન કર્યું તેની પંદર જ મીનીટમાં ઉપરોક્ત વિમાન ક્રેશ થઇ ગયું હતું, જેમાં બંને પાયલોટના મૃત્યુ થયા હતા. જેમાં વિમાનનો બ્લેક બોક્ષ મળ્યું કે ના મળ્યું તે અંગે પણ આજદિન સુધી સંસ્થા તરફથી કોઈ ખુલાસો કરવામાં આવેલ નથી. શક્ય છે કે છેલ્લી ક્ષણોમાં પાયલોટ તરફથી કોઈ મેસેજ પણ આપવામાં આવ્યો હોઈ શકે પણ અહી સરકાર અને સંસ્થાની મિલી ભગતને કારણે કોઈ જ કારણ આપવામાં આવ્યું નથી. આ સંસ્થામાં ગુપ્તા નામના ડીરેક્ટર છેલ્લા ચાર ત્રણ વરસથી કોઈ જાતની યોગ્યતા કે લાયકાત વગર ડીરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે તેમના ડીરેક્ટર બન્યા બાદ ત્રણ વર્ષમાં આ ચોથી દુર્ઘટના છે જેમાં અત્યાર સુધી અનેક યુવા પાયલોટ પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.

આટલી ગંભીર અને મોટી ઘટના હોવા છતાં સંસ્થા કે રાજ્ય સરકાર તરફથી મૃતક પાયલોટના મૃતદેહ તેમના પોતાના વતનમાં લઇ જવા માટે પણ કોઈ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નહોતી, તે વ્યવસ્થા પર મૃતકના પરિવારજનોએ જાતે કરવી પડી હતી.

પરિવારજનો તરફથી મળેલી માહિતી મુજબ બંને મૃતકોના મૃતદેહ ના બદલે નાના બાળકના હોય તેવી સાઈઝના અસ્થિ સંસ્થા તરફથી પરિવારજનોને આપવામાં આવ્યા હતા. જે ખરેખર ખુબ જ ગંભીર અને શરમજનક વાત કહી શકાય.

ઉપરોક્ત બાબતે તાત્કલિક ગુજરાતના નેતાઓએ અંગત રસ લઇ વિમાન ક્રેશ થવાના સાચા કારણો જાહેર કરાવવા જોઈએ અને જવાબદાર વ્યક્તિઓ સામે કડકમાં કડક સજા થાય તે માટે પ્રયત્ન કરવા જોઈએ

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *