અમદાવાદ (પૂર્વ) લોહાણા સમાજ દ્વારા આવતીકાલે પંચમ સમૂહ લગ્ન મહોત્સવ : છ યુગલો પ્રભુતામાં પગલા પાડશે

અમદાવાદ (પૂર્વ) લોહાણા સમાજ દ્વારા આવતીકાલે પંચમ સમૂહ લગ્ન મહોત્સવ : છ યુગલો પ્રભુતામાં પગલા પાડશે

Spread the love

અમદાવાદ (પૂર્વ) લોહાણા સમાજ દ્વારા આવતીકાલે પંચમ સમૂહ લગ્ન મહોત્સવ : છ યુગલો પ્રભુતામાં પગલા પાડશે

ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ ખાતે આવતીકાલે તા.૨૫.૦૨.૨૦૨૪ ને રવિવારના પાવન દિવસે લોહાણા સમાજની સંસ્થા અમદાવાદ (પૂર્વ) લોહાણા સમાજ દ્વારા આયોજિત પંચમ સમુહ લગ્ન મહોત્સવ યોજાશે જેમાં છ યુગલો સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતમાં નવા જીવનનો શુભારંભ કરશે.

આજે જયારે મોંઘવારી વિશ્વને આખાને ભરડો લઇ રહી છે ત્યારે દરેક સમાજમાં સમૂહ લગ્નનું આયોજન થાય તે ખુબ જરૂરી છે, બાપ દીકરાનો હોય કે દીકરીનો આજના યુગમાં એક લગ્ન સારી રીતે પૂરું કરવા માટે જીવનભરની કમાણી ખર્ચી નાખવી પડતી હોય છે, ઘણી વાર તો બીજાઓની દેખાદેખીમાં દીકરા દીકરીના મા-બાપ દેવું કરીને પ્રસંગ કરતા હોય છે. ત્યારે આવા સમયમાં અમદાવાદ (પૂર્વ) લોહાણા સમાજ દ્વારા જે અવસરનું આયોજન કરવામાં આવેલ છે તે ખુબ જ અભિનંદનને પાત્ર છે.

પ્રમાણમાં નાનું કહી શકાય તેવું મહાજન હોવા છતાં આ મહાજનના વ્યક્તિઓ એટલા શક્તિશાળી છે કે આ મહાજન દ્વારા વર્ષ દરમ્યાન અનેક સમાજલક્ષી કાર્યક્રમોનું આયોજન થતું રહે છે.

આવતીકાલે યોજાનાર આ અવસર અમદાવાદના કારિયા લેક પાર્ટી પ્લોટ, ગેટ નંબર ૬, નરોડા એ.એમ.ટી.એસ. બસ સ્ટેન્ડની સામે, નરોડા પોલીસ સ્ટેશન પાસે, નરોડા, અમદાવાદ ખાતે સવારે ૮.૩૦ થી સાંજે ૭.૦૦ દરમ્યાન આયોજિત કરવામાં આવેલ છે.આ અવસરમાં ઉપસ્થિત રહેવા લોહાણા સમાજના જ્ઞાતિજનોને અમદાવાદ (પૂર્વ) લોહાણા સમાજ દ્વારા આગ્રહભરી વિનંતી કરવામાં આવી છે.

આ અવસરમાં વાંકાનેરના ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે જયારે ઘોઘારી લોહાણા મહાજન-સુરતના પ્રમુખ શ્રી શૈલેશ સોનપાલ વ્યક્તિ વિશેષ તરીકે ઉપસ્થિતિ રહી નવદંપતીને આશીર્વાદ આપશે. લોહાણા સમાજની નવીસવી સંસ્થા રઘુવંશી ક્રાંતિ મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. ધર્મેશ ઠક્કર અને તેમના સાથી મિત્રો તરફથી આ સુંદર અવસરમાં સર્વોચ્ચ રકમ દાન પેટે આપવામાં આવી છે જે કાબિલ-એ-દાદ છે. આ અવસરમાં રાપર કચ્છથી પ.પૂ.સંત શ્રી ત્રિકાલદાસજી બાપુ તથા મહંત શ્રી હરેશ પ્રગટ બાપુ (રાંદલ માતા મંદિર, દળવા રાંદલના) ઉપસ્થિત રહી નવયુગલોને આશિષ આપશે.

આ સુંદર અવસરમાં જે યુગલો પ્રભુતામાં પગલા પડવાના છે તેમના નામ નીચે મુજબ છે.

૧. મુકેશભાઈ ભીખાભાઈ ગોવાનીના સુપુત્ર ચિ. હાર્દિક, ભરતભાઈ પ્રભુદાસ કક્કડની સુપુત્રી ચિ. ઋષિતા સાથે

૨. ચેતનભાઈ કાન્તિલાલ હાલાણીના સુપુત્ર ચિ. દર્શન, નવીનચંદ્ર નરસિંહલાલ ઘેલાણીની સુપુત્રી ચિ. હીના સાથે

૩. રમેશભાઈ ચીમનલાલ હાલાણીના સુપુત્ર ચિ. હર્ષ, સુરેશભાઈ હરીલાલ ગણાત્રાની સુપુત્રી ચિ. નિકીતા સાથે

૪. ભરતભાઈ ભાઈચંદભાઈ બુદ્ધદેવના સુપુત્ર ચિ. મનીષ, ચંદ્રકાંત બાબુલાલ કોટકની સુપુત્રી ચિ. અલ્પા સાથે

૫.વ્રજલાલ રતિલાલ પુજારાના સુપુત્ર ચિ.દીક્ષિત, ભરતકુમાર પ્રેમચંદભાઈ નંદાણીની સુપુત્રી ચિ. મિત્તલ સાથે

૬.વિનોદભાઈ ડુંગરસીભાઈ કોટકના સુપુત્ર ચિ. રજનીકાંત, ચંદ્રકાંત રતિલાલ સાયતાની સુપુત્રી ચિ. દિવ્યા  સાથે પ્રભુતામાં પગલા પાડશે.

તોફાની તાંડવ પરિવાર તરફથી સુંદર અવસરના આયોજન બદલ અમદાવાદ (પૂર્વ) લોહાણા સમાજના તમામ મહાનુભાવોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે સાથે લોહાણા સમાજના જ્ઞાતિજનોને આ સુંદર અવસરમાં તન,મન,ધનથી સહભાગી થવા અપીલ કરવામાં આવી છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *