સૌરાષ્ટ્રના જાલીડા ખાતે રઘુવંશીઓની શ્રદ્ધા અને આસ્થાના પ્રતિક સમા રામધામનું ભારે ધામધૂમ સાથે ભૂમિ પૂજન
સૌરાષ્ટ્રના જાલીડા ખાતે રઘુવંશીઓની શ્રદ્ધા અને આસ્થાના પ્રતિક સમા રામધામનું ભારે ધામધૂમ સાથે ભૂમિ પૂજન
છેલ્લા ઘણા વર્ષોથી વિશ્વભરના લોહાણા જ્ઞાતિજનો જે અવસરની રાહ જોતા તે અવસરની ક્ષણ આખરે આવી પહોંચી છે અને ગુજરાત સહીત ભારતના અનેક જ્ઞાતિ શ્રેષ્ઠીઓ સહીત લાખો જ્ઞાતિજનો એ ઉપસ્થિત રહી આ અવસરને ચાર ચાંદ લગાવી દીધા છે.
છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા અવસરના આજે અંતિમ દિવસે દક્ષીણ ગુજરાત સહીત અમદાવાદના અનેક લોહાણા સમાજ અગ્રણીઓ અને યુવાનોએ આ અવસરમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ઘોઘારી લોહાણા મહાજન-સુરતના પ્રમુખ શ્રી શૈલેશ સોનપાલ, સમાજ અગ્રણી ચંદુભાઈ ખખ્ખર, રાજુભાઈ સૂચક, રાકેશભાઈ પાઉં (વીરદાદા જશરાજ સંસ્થા-સુરતના અધ્યક્ષ), તથા હિરેનભાઈ સોઢા (પ્રમુખ, ગૌરક્ષા દળ-વરાછા) ઉપસ્થિત રહ્યા હતા. જયારે અમદાવાદથી આર.કે.એમ.ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. ધર્મેશ ઠક્કર, રાષ્ટ્રીય મહામંત્રી હેમંતભાઈ ઠક્કર (મુન્નાભાઈ), ભાવેશ ઠકકર (નિર્ણય નગર), સૌરભ ઠક્કર, નીતિનભાઈ ઠક્કર, ચંદ્રકાંત ઠક્કર જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ પૂર્વ લોહાણા સમાજના પ્રમુખ શ્રી ભરતભાઈ માવાણીએ પૂર્વ લોહાણા સમાજના અનેક જ્ઞાતિજનો સાથે અમદાવાદથી લક્ઝરી બસ લઈને આ અવસરમાં ઉપસ્થિત રહ્યા હતા.
આજે લોહાણા સમાજ અનેક સંસ્થાઓ, અનેક મંદિરોમાં વહેંચાયેલો છે ત્યારે આજના સમયની માંગ છે કે સમાજ કોઈ એક છત્ર નીચે આવે અને તમામ જ્ઞાતિજનો બધા ભેદભાવ ભુલાવી એક થાય, અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય નિર્માણ બાદ ગુજરાત ખાતે ભગવાન શ્રી રામનું આ પ્રથમ મંદિર બનવા જઈ રહ્યું છે. વાંકાનેરના ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણીએ રામધામના નિર્માણ માટે ખુબ લાંબી અને કપરી મહેનત કરી છે ત્યારે આ શુભ અવસર પર ભગવાન શ્રી રામના આશીર્વાદ સમગ્ર સમાજને મળે અને લાંબા સમયથી વેરવિખેર સમાજ પોતાના ભવ્ય અને જાજરમાન અતીતને યાદ કરી એક થાય, અખંડિત થાય તેવી આશા સમગ્ર લોહાણા સમાજના જ્ઞાતિજનો રાખી રહ્યા છે.
Leave a Reply