દેશી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે દેશી લોહાણા સમાજ દ્વારા ધ્વજવંદન સમારોહ સંપન્ન

દેશી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે દેશી લોહાણા સમાજ દ્વારા ધ્વજવંદન સમારોહ સંપન્ન

Spread the love

દેશી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે દેશી લોહાણા સમાજ દ્વારા ધ્વજવંદન સમારોહ સંપન્ન

અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલ દેશી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે દેશી લોહાણા સમાજના જાગૃત યુવાનો અને વડીલો દ્વારા આજે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણી આગેવાનો, યુવાનો સહીત મીડિયાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

લગભગ બસો કરતા વધુ વર્ષ સુધી અંગ્રેજોની ગુલામી બાદ સ્વતંત્ર થયેલા ભારત દેશને આજથી ૭૩ વર્ષ પહેલા ડો. બાબાસાહેબ આંબેડકર અને અનેક વિદ્વાન આગેવાનોની મહેનતથી તૈયાર કરવામાં આવેલ બંધારણનો ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના દિવસથી અમલ કરવામાં આવ્યો હતો. આજે આપણા એ ગૌરવવંતા ગણતંત્ર દિવસને ૭૩ વર્ષ પુરા થયા.

દેશી લોહાણા સમાજ દ્વારા અગાઉથી કરવામાં આવેલ જાહેરત મુજબ સવારે ૯.૦૦ કલાકે ધ્વજવંદન કાર્યક્રમની શરૂઆત ભારત માતાની છબીને ઉપસ્થિત મહેમાનશ્રીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવી સમારોહની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો શ્રી જયેન્દ્રભાઈ રમણલાલ ઠક્કર, શ્રી હિમાંશુભાઈ ઠક્કર,શ્રી પ્રતિક ઠક્કર અને કુ. પ્રિયાંશી ઠક્કરના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત દેશી લોહાણા સમાજના જ્ઞાતિજનો અને લહેરાતા તિરંગા સાથે જયારે રાષ્ટ્રગીતનું ગાન થયું ત્યારે આખું વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું.

આ સમારોહમાં દેશી લોહાણા સમાજના અગ્રણી આગેવાન શ્રી ભરતભાઈ ઠક્કર, શ્રી દિનેશભાઈ ઠક્કર, શ્રી પ્રશાંતભાઈ ઠક્કર, શ્રી વિજયભાઈ ઠક્કર, શ્રી જયેન્દ્રભાઈ ઠક્કર, શ્રી રમેશભાઈ મોહનલાલ ઠક્કર, શ્રી કાર્તિકભાઈ ઠક્કર, શ્રી વિપુલભાઈ ઠક્કર, શ્રી જયદેવભાઈ ઠક્કર, શ્રી મહેશભાઈ ઠક્કર, શ્રી દીપ ઠક્કર , શ્રી ગૌરાંગ ઠક્કર, શ્રી રાજેશભાઈ ઠક્કર, શ્રી જય ઠકકર, શ્રી પ્રતિક ઠક્કર, શ્રી ગૌતમ ઠક્કર, શ્રી રાકેશભાઈ ઠક્કર, શ્રી હેમેન્દ્રભાઈ ઠક્કર, શ્રી ભુપેન્દ્રભાઈ ઠક્કર, શ્રી સૌમિલભાઈ ઠક્કર, શ્રી કમલેશભાઈ ઠક્કર, શ્રી દશરથભાઈ ઠક્કર સહીત અનેક મહાનુભાવો અને યુવાનો અવસરમાં ઉપસ્થિત રહ્યા હતા.

દેશી લોહાણા સમાજના તમામ મીડિયા પ્રતિનિધિ તરીકે આજનો યુગ વતી શ્રી મહાસુખભાઈ ઠક્કર, વોઈસ ઓફ રઘુવંશી વતી શ્રી જીતેશભાઈ ઠક્કર અને તોફાની તાંડવ પરિવાર તરફથી જિગરભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *