ધો-૧૦ એસ.એસ.સી.બોર્ડમાં એ.એમ.ટી.એસ.ના ડ્રાયવરની દીકરી શાળામાં પ્રથમ : દાણીલીમડામાં હર્ષનો માહોલ

ધો-૧૦ એસ.એસ.સી.બોર્ડમાં એ.એમ.ટી.એસ.ના ડ્રાયવરની દીકરી શાળામાં પ્રથમ : દાણીલીમડામાં હર્ષનો માહોલ

Spread the love

ધો-૧૦ એસ.એસ.સી.બોર્ડમાં એ.એમ.ટી.એસ.ના ડ્રાયવરની દીકરી શાળામાં પ્રથમ : દાણીલીમડામાં હર્ષનો માહોલ

તાજેતરમાં જાહેર થયેલ એસ.એસ.સી.બોર્ડની પરીક્ષામાં દાણીલીમડા ખાતે રહેતા અને એ.એમ.ટી.એસ.માં ડ્રાયવર તરીકે ફરજ બજાવતા ભરતભાઈની દીકરી કુ.કશિષ ભરતભાઈને ૯૮.૪૬ પર્સેન્ટાઈલ સાથે ૮૮.૫ પર્સન્ટ સાથે કાંકરિયા ખાતે આવેલ પી.જી.લીટલ સ્ટાર શાળામાં પ્રથમ આવી છે.

કશિષના નજીકના મિત્રોના જણાવ્યા અનુસાર તે એક સામાન્ય પરિવારમાંથી આવે છે, તેમનું રહેણાંક પણ સામાન્ય વિસ્તારમાં છે અને આ પરિસ્થિતમાં તેણે પોતાની મહેનત, ધગશ અને કાબેલિયતથી જે પરિણામ પ્રાપ્ત કર્યું છે તે કાબિલ-એ-દાદ છે.

કશિષને આ બાબતે તોફાની તાંડવે રૂબરૂ પૂછતાં તેણે પ્રથમ દિવસથી મહેનત કરી પરીક્ષાના દિવસ સુધી કોઈ જ જાતના ગભરાટ કે ચિંતા વગર ફક્ત વાંચન ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, સાથે તેણે જે કઈ અભ્યાસ કર્યો છે તે શાળાના સમય દરમ્યાન જ કર્યો છે તે સિવાય કોઈ અન્ય ટ્યુશન કે કલાસીસ કર્યા નહોતા. આજે જયારે બોર્ડની પરીક્ષાના નામથી વિદ્યાર્થીઓમાં જે ડર અને ગભરાટ જોવા મળે છે તેવા વિદ્યાર્થીઓ માટે કશિષ એક ઉત્તમ ઉદાહરણ છે, કે જો ધગશ હોય અને મહેનત નિયમિત કરો તો ચોક્કસ ધારણા કરતા પણ સારું પરિણામ પ્રાપ્ત કરી શકાય છે. અહી એ વાત નોંધવી રહી કે કશિષ તેના માતા પિતાનું એક માત્ર સંતાન છે, આજે દીકરીએ સાબિત કરી બતાવ્યું કે તે હોનહાર દીકરાથી જરાય કમ નથી.

તોફાની તાંડવ પરિવાર તરફથી દીકરી કશિષને ધોધમાર શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *