મોદીના ગુજરાતમાં ‘ગાંધી’ જયંતીના દિવસે કાગડાપીઠ પોલીસની હદમાંથી પચાસ પેટી ઈંગ્લીશ દારુ પકડતી સ્ટેટ મોનીટરીંગ સેલ

મોદીના ગુજરાતમાં ‘ગાંધી’ જયંતીના દિવસે કાગડાપીઠ પોલીસની હદમાંથી પચાસ પેટી ઈંગ્લીશ દારુ પકડતી સ્ટેટ મોનીટરીંગ સેલ

Spread the love

મોદીના ગુજરાતમાં ‘ગાંધી’ જયંતીના દિવસે કાગડાપીઠ પોલીસની હદમાંથી પચાસ પેટી ઈંગ્લીશ દારુ પકડતી સ્ટેટ મોનીટરીંગ સેલ

ગુજરાત સરકાર અને ગુજરાત રાજયના ગૃહ મંત્રી અવારનવાર ગુજરાતમાં ચુસ્ત અને કડક દારૂબંધી હોવાની વાતો અને જાહેરાતો કરી રહ્યા છે પરંતુ અમદાવાદ અને ગુજરાતમાં બિન્દાસ અને બેફામપણે દારુ વેચાઈ રહ્યો હોવાની અવારનવાર માહિતી અને ખબરો સામે આવી રહી છે.

આજે ગાંધી જયંતીના દિવસે લગભગ દેશના તમામ રાજ્યો ‘ડ્રાય ડે’ તરીકે ઉજવે છે, આજના દિવસે જે રાજ્યોમાં દારૂબંધી નથી ત્યાં પણ દારૂની દુકાનો અને દારૂનું વેચાણ બંધ રાખવામાં આવે છે, જયારે ગુજરાતમાં ગાંધી જયંતીના દિવસે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહાત્મા ગાંધીની જાણે રીતસર મજાક કરતા હોય તેમ પોલીસના કેટલાક ખાનગી વહીવટદારો દ્વારા દારૂનું વેચાણ કરવામાં આવી રહેલ હતું, જેમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદ વિસતારમાંથી પચાસ પેટી જેટલો ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.

છેલ્લા કેટલાય સમયથી આધારભૂત સુત્રો પાસેથી મળી રહેલી મુજબ અમદાવાદ શહેરનું કાગડાપીઠ પોલીસ સ્ટેશન કાળા કામ કરનાર બુટલેગરો માટે સ્વર્ગ સમાન બની ગયું છે, અહી મળી રહેલી મુજબ પોલીસ વિભાગના નોકરી ના કરતો હોય તેવો એક ‘રમઝાની’ નામનો વ્યક્તિ પોલીસનો ખાનગી બાતમીદાર હોવાનું સ્થાનિક સુત્રો પોતાનું નામ નહિ આપવાની શરતે જણાવી રહ્યા છે, આ વિસ્તારમાં રમ્ઝાનીના આશીર્વાદ અને તેના લાગભાગથી આવા અનેક નાનામોટા દારૂ વેચનારા બુટલેગરો બેફામ બની, કાયદાની ઐસીતૈસી કરી કોઈ જાતના ડર વગર દારૂનું વેચાણ કરી રહેલ છે.

આજે ગાંધી જયંતીના દિવસે જ ગાંધીના ગુજરાતમાં દારુ પકડાય તે સમગ્ર અમદાવાદ શહેર માટે શરમજનક ઘટના કહી શકાય તેમ છે, હવે જોવાનું એ રહે છે કે વર્તમાન પોલીસ કમિશ્નર શ્રી કાગડાપીઠ પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક પગલા ભરે છે કે પછી ભીનું સંકેલી લે છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *