ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનો ક્લાર્ક ત્રણ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનો ક્લાર્ક ત્રણ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

Spread the love

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનો ક્લાર્ક ત્રણ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

 

એક તરફ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે તેવા સમયે ગુજરાત રાજય માધ્યમિક શિક્ષણ બોર્ડનો ક્લાર્ક મોહન ચૌહાણ એ.સી.બી.ના હાથે રંગે હાથ ત્રણ લાખની લાંચ લેતા ઝડપાયો છે. આ કેસની સંપૂર્ણ વિગતો એવી છે કે

મહેસાણા ખાતેના એક વેપારીને પોતાના વ્યવસાય માટે વિદ્યાર્થીઓના ડેટાની જરૂર હોઈ તેણે માધ્યમિક શિક્ષણ બોર્ડના ક્લાર્ક મોહન ચૌહાણનો સંપર્ક કર્યો હતો તે દરમ્યાન બંને વચ્ચે પાંચ લાખ રૂપિયામાં ડેટા આપવાનું નક્કી થયું હતું, જે અંગે ફરિયાદીએ બે દિવસમાં પાંચ લાખ રૂપિયા મોહન ચૌહાણની આપી દીધા હતા પરંતુ ફરિયાદીની ગરજ જોઈ ગયેલા કલાર્કે ડેટા જોઈતો હોય તો વધુ ત્રણ લાખ રૂપિયા આપવા પડશે તેમ જણાવેલ જે અંગે ફરિયાદી અને મોહન ચૌહાણ વચ્ચે બોલાચાલી થઇ હતી પરંતુ પોતાના પાંચ લાખ સલવાયા હોવાનું ધ્યાને આવતા ફ ફરિયાદીએ વધુ ત્રણ લાખ આપવાની તૈયારી બતાવી હતી, અને સાથે સાથે એ.સી.બી.ને આ અંગે જાણ કરતા તા.૧૬.૩.૨૦૨૪ શનિવારના રોજ સાંજે ઓફીસ બંધ થવાના સમયે સાંજે ૬.૦૦ કલાકે ફરિયાદીના હાથે રોકડા ત્રણ લાખ ક્લાર્ક મોહન ચૌહાણ રંગે હાથ ઝડપાઈ ગયો છે, એ.સી.બી. આ અંગે મોહન ચૌહાણની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી આ ડેટા અન્ય કોઈ લોકોને વેચાયો છે કે કેમ તે અંગે તપાસ કરી રહી છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *