લોહાણા સમાજની સંસ્થાઓ બાદ સમાજમાં ભાગલા પાડવાનું કામ કરી રહેલા વ્હોટસઅપ ગ્રુપ

લોહાણા સમાજની સંસ્થાઓ બાદ સમાજમાં ભાગલા પાડવાનું કામ કરી રહેલા વ્હોટસઅપ ગ્રુપ

Spread the love

લોહાણા સમાજની સંસ્થાઓ બાદ સમાજમાં ભાગલા પાડવાનું કામ કરી રહેલા વ્હોટસઅપ ગ્રુપ

કુવાના દેડકા જેવી માનસિકતા ધરાવતા ગ્રુપ એડમીન સમાજનું શું ભલું કરી શકે…?

એક જાજરમાન ઈતિહાસ ધરાવતો લોહાણા સમાજ કાળક્રમે પોતાની ખુમારી, શૌર્યતા અને પોતાનો અસલ મિજાજ ગુમાવી રહ્યો છે, એક સમય એવો હતો કે ગામમાં લોહાણા સમાજનું કદાચ એક ઘર પણ હોય તો ગામના સરપંચ કોણ બનશે તે લોહાણા સમાજની વ્યક્તિ નક્કી કરતી હતી, એક સમય એવો હતો કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં લોહાણા સમાજની વસ્તી નહી તેના અગ્રણીઓની લોકચાહના જોઈ રાજકીય પક્ષો તેમને ટીકીટ આપતા, અને ક્યાંક ક્યાંક મહેન્દ્રભાઈ મશરૂ  જેવા નીડર અને બાહોશ વ્યક્તિઓ અપક્ષમાંથી ચૂંટણી લડીને પણ મોટા માર્જીન સાથે ચૂંટણી જીતીને આવતા અને દિગ્ગજ કહેવાય તેવા રાજકીય પક્ષ તેમને આવકારવા સામે પગલે ગયો હતો. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી દરેક જીલ્લામાં, દરેક તાલુકામાં અને દરેક શહેરોમાં લોહાણા સમાજ દિન-પ્રતિદિન ખુબ નબળો થઇ રહ્યો છે, કહેવાતો બુદ્ધિશાળી સમાજ અને સમાજના લોકો શાંતચિતે પોતાના વિનાશને નિહાળી રહ્યા છે અને બસ નિહાળી રહ્યા છે,

લોહાણા સમાજના પતનની શરૂઆત થાય એ પહેલા મજબૂત કહેવાતા મહાજનો સાવ નામ પૂરતા થઇ ગયા, દરેક ગામ દરેક શહેરમાં મહાજનની સામે સમાજના જ લોકો દ્વારા પોતાના પદ હોદ્દા માટે નવી નવી સંસ્થાઓ ઉભી કરવાનું શરુ કર્યું, દેખાદેખીમાં હાલત એવી થઇ ગઈ કે હજાર માણસની વસ્તીમાં આઠસો પ્રમુખો હોય, મંત્રીઓ હોય અને અમુક તો ક્યાય જોયા ના હોય તેવા હોદ્દા ધારણ કરીને સમાજના લોકો પોતાને સમાજના આગેવાન સમજતા હોય. એક ગામ કે શહેરની સંસ્થાઓ વચ્ચે ય પાછો અરસપરસ કોઈ મનમેળ ના હોય, એક સંસ્થાની નકલ બીજી સંસ્થા કરે તેનું જોઈ વળી પાછી કોઈ સંસ્થા થોડો સુધારો વધારો કરી કઈક અલગ કરે છેલ્લે વાત એટલી  હદે વકરી ગઈ કે, લોહાણા સમાજમાં આછા અને ઝાંખ થઇ ગયેલા વાડી વાળાને આ સંસ્થાઓએ જીવંત કરી દીધા. દરેક સંસ્થાના વેંતિયા પ્રમુખો પાછા પોતાને ખુદને જ સમાજ સમજે અને તેમને કોઈ રોકે પણ નહી અને ટોકે પણ નહી. બસ, આ સિલસિલો એવો ચાલ્યો કે હવે એ હાલત છે કે સંસ્થાઓ બાદ આવા ટૂંકી અને નિમ્ન કક્ષાની વિચારધારા ધરાવતા લોકો પોતાની મહત્વકાંક્ષા સાબિત કરવા પોતાના વિસ્તાર અને ઘોર પ્રમાણેના વ્હોટસઅપ ગ્રુપ બનાવીને પોતાની જાતને સમાજના નેતા અને આગેવાન સમજી રહ્યા છે, અને પોતાના ગ્રુપને મહાન સાબિત કરવા સમાજના જ જાગુત અને વિદ્વાન લોકોને વખતોવખત હડધૂત કરી રહ્યા છે, ખેર, દરેક દેડકાને એવો વહેમ હોય જ કે દુનિયા આ કુવા પુરતી જ સીમિત જ છે પરંતુ તે દેડકાની સમાજ હોય છે હકીકત નહી. આવા ટૂંકી અને નિમ્નકક્ષાની વિચારધારા વ્યક્તિઓના ગ્રુપ રહેલા લોહાણા સમાજના જાગૃત વ્યક્તિઓએ હવે જાગૃત બની લાલ આંખ કરવાનો સમય આવી ગયો છે તેવું લાગી રહ્યું છે.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *