પ્રવીણ કોટક પરિવારેનો તોફાની તાંડવને ધમકી આપી ચુપ કરાવવાનો પ્રયાસ નિંદનીય
તોફાની તાંડવ દૈનિક દ્વારા આજે સવારે તેની અધિકૃત વેબસાઈટ પર પ્રવીણ કોટકને લગતા એક દમ સાચા સમાચાર રજુ કરવામાં આવ્યા હતા, જેમાં ચેરીટી કમિશ્નરના હુકમ સામે અપીલમાં ગયેલા પ્રવીણ કોટકની અંત્યંત ભૂંડી રીતે હાર થઇ હતી જેના તમામ પુરાવા તોફાની તાંડવ પાસે મોજુદ છે, ઉપરોક્ત સત્ય સમાચારથી છંછેડાઈ ગયેલા પ્રવીણ કોટકે પોતે ફોન કરી કઈ કહેવા કે સાંભળવા ના બદલે તેમના પત્ની અલકાબેન કોટક પાસે તોફાની તાંડવના તંત્રી જિગર ઠક્કરના મોબાઈલ ઉપર ફોન કરાવ્યો હતો,
ફોન કરનાર અલકાબેન કોટકે કેમ તમારી પ્રતિષ્ઠા ખરડી રહ્યા છો એવું પૂછતાં તોફાની તાંડવ દ્વારા પોતે જે ઘટના બની છે, જેના પુરાવા છે અમારી પાસે તેમ જણાવતા અલકાબેન કોટકે સીધો કોઈ જ જાતના આધાર પુરાવા વિના તમે આ બધું પૈસા પડાવવા માટે કરો છો. મારા પતિ કદાચ આ સમાચારથી વ્યથિત થઇ આત્મહત્યા કરશે તો તમારું નામ પર ફરિયાદ કરીશું જેવી ધમકી આપી તોફાની તાંડવ અખબારના તંત્રી ને ડરાવવા અને ભયભીત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના જવાબમાં તોફાની તાંડવના તંત્રી જીગર ઠક્કરે ત્વરિત રીતે સહેજ પણ વિચલિત કે ભયભીત થયા વગર મેં કશું ખોટું કર્યું હોય કે છાપ્યું હોય તો તમે પોલીસ ફરિયાદ કરી શકો છો, તેવું જણાવતા મૂળ વાત કરવાના બદલે અલકાબેન કોટક દ્વારા વારંવાર તમે ખોટું છાપો છો, તમારે આવું છાપવાનું બંધ કરી દેવું જોઈએ જેવી સલાહ આપી હતી.
તોફાની તાંડવ દ્વારા અનેક વખત પ્રવીણ કોટકના સારા કામોને બિરદાવ્યા છે, વખાણ્યા છે અને વખત આવ્યે તેઓ લોહાણા સમાજના હોવાથી તેમની અનેક ભૂલોને નજર અંદાજ પર કરી છે. પરંતુ આજે તોફાની તાંડવ અખબારને ધમકી મળતા તેના તમામ પત્રકારોએ પ્રવીણ કોટક પરિવારની તમામે તમામ હકીકત પુરાવા સાથે છાપવાનું નક્કી કરી દીધું છે.
તોફાની તાંડવ અખબાર હંમેશા સત્ય સમાચાર છાપતું આવ્યું છે અને આગળ પણ એ સત્ય જ છાપશે, સત્ય સહન ના થતું હોય તેવા લોકો પોતાની ઈચ્છાનુસાર કઈ પણ કરે તો તેના માટે તોફાની તાંડવ કોઈ રીતે જવાબદાર નથી. તોફાની તાંડવ માત્ર પોતાનો અખબારી ધર્મ નિભાવી રહ્યું છે અને આગળ પણ પૂર્ણ ઈમાનદારી સાથે નિભાવશે.
Leave a Reply